જય વિશ્ર્વકર્માનો નાદ જ સૃષ્ટિ સર્જનની ધરોહર
અબતક, રાજકોટ
સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્ર્વકર્માની જન્મજયંતિ નિમિતે રાજકોટ સહિત સમગ્ર દેશમાં ભગવાન વિશ્ર્વકર્માના નાદ સાથે જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી છે. વિશ્ર્વકર્મા પ્રભુજીના મંદિરે પ્રભુજીના દર્શનનો માહોલ ઉભો થયો હતો. વિશ્ર્વકર્માની જન્મજયંતિ નીમીતે વિશ્ર્વકર્મા પરિવારના અલગ અલગ સંપ્રદાયો દ્વારા પોતાના ઇષ્ટદેવના પ્રાગટય ઉત્સવમાં ભવ્ય અને દિવ્ય બનાવવા માટે આખો દિવસ અનેકવિધ ધાર્મિક સામાજીક કાર્યોના સંગાથે જય વિશ્ર્વકર્માના નાદ સાથે ઠેર ઠેર શ્રઘ્ઘ અને ભકિતનો ઘોડાપુર ઉમટયા હતા.
વિશ્ર્વકર્મા જયંતિ નિમિતે ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આજેરોજ 23 નવ દંપતિઓ પ્રભુતામાં પગલા માંડયા તેમજ સાથે સાથે જુદા જુદા ત્રણ સ્થળોએ મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સૃષ્ટિચયિતા ભગવાન વિશ્ર્વકર્માદાદાની જન્મ જયંતિનો ઉત્સવ વર્ષોથી ઉજવાઇ રહ્યો છે. વિશ્ર્વકર્મા પ્રભુજી માર્ગ દિવાનપરા મેઇન રોડ પર આવેલ આશરે 107 વર્ષ જુના વિશ્ર્વકર્મા પ્રભુજીના મંદિરમાં આજે વહેલી સવારે ઘ્વજારોપણ કરવામાં આવી હતી. મહાઆરતી પૂજન વિધિ અને સવારના ભાતૃભાવ પ્રેરક જ્ઞાતિ મિલન કાર્યક્રમ તેમજ બપોર વિશ્ર્વકર્માજીના થાળ પ્રસાદ સાથે રાજભોગ આરતી કરવામાં આવી હતી. તેમજ સાથો સાથ મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે તેમાં વિશ્ર્વકર્મા કેળવણી ખાતે તેમ જ ગુર્જર સુતાર પ્રગતિ મંડળ ખાતે બ્લઢ ડોનેશન કેમ્પમાં અત્યાર સુધીમાં 300 બોટલ બ્લડ એકત્રિત કરવા આવ્યું હતું આ શિબિના દરેક રકતદાતાઓને મિલ્ટન કંપની એક લીટરની કિટલી ભેટ આપવામાં આવી હતી.
સમુહલગ્નાના સુંદર આયોજન ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા ર3 દિકરીઓના સમુહલગ્ન શહેરના બે જુદા જુદા સ્થળોએ જેમ કે વિશ્ર્વકર્મા કેળવણી મંડળના 18 દિકરીઓ તેમજ ગુર્જર સુતાર પ્રગતિ મંડળ બન્ને વિભાગમાં થઇને પ દિકરીઓ લગ્ન કરવામાં આવ્યા હતા. દરેક લગ્નમાં બન્ને પક્ષના મર્યાદિત મહેમાનો હાજરી આપી હતી આ સમુહ લગ્નોત્સવ ફકત આમંત્રિતો માટે જ યોજવામાં આવેલ છે. આ તમામ દીકરીઓને આશરે 1 લાખથી વધુ કિંમતનો કરિવાયર જેમાં સોનાની બુટી, ચાંદીના સાંકળા, ચાંદીનો જુડો, ચાંદીની ગાય, ચાંદીનો તુલસી કયારો સહીતના 19પ થી વધુ ક્ધયાઓ કરિયાવર રૂપી ભેટ આપવામાં આવી હતી. તેમજ ગુર્જર સુતાર જ્ઞાતિ તરફથી દરેક ક્ધયાઓને રોકડમાં ચાંદલા રૂપી દરેક દીકરીને સંસ્થા દ્વારા સરકારમાંથી કુંવરબાઇનું મામેરુ, રૂ. 10,000 અને સાત ફેરા સમુહલગ્નમા રૂ. 10,000 ને ભેટ આપવામાં આવ્યા છે.
જુદા જુદા બે સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પમાં 300 થી વધુ બોટલ બ્લડ કરાયું એકત્રીત
ગુર્જર સુતાર જ્ઞાતિની ર3 ક્ધયાઓના સમુહલગ્નમાં આશિવચન પાઠવવા દિગમ્બર ગગનગિીરીબાપુ લાડુખાડા ગિરનારી આશ્રમ મહુવા ખાસ ઉ5સ્થિત રહ્યા હતા અને દિવ્ય પ્રાગટય કરી અને કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન દર્શીનાબેન શાહ તેમજ કમલેશભાઇ મીરાણી, ધનસુખભાઇ ભંડેરી તેમજ પુષ્કરભાઇ પટેલ તેમજ અતુલભાઇ પંડિત તેમજ હિતેશભાઇ તલસાણીયા તેમજ અતિથિ વિશેષ મહેન્દ્રભાઇ પંચાસરા તેમજ મુકેશભાઇ અને અમુભાઇ ભારદીયા પરિવાર, રવિકુકમાર ભારદીયા તેમજ દિનેશભાઇ પંચાસરા ખાસ આમંત્રિત મહેમાન ઉસ્થિત રહ્યા હતા.
આ મહામારીના સમયમાં પણ કોવિડ-19 સરકારની માર્ગદર્શીકાનુ ચુસ્તપણે પાલન કરીને સમુહલગ્નનું સુંદર આયોજન કરવા ગુર્જર સુતાર જ્ઞાતિ પ્રમુખ રસિકભાઇ બદ્રકિયાની આગેવાની હેઠળ સમગ્ર કારોબારી સભ્યો કાન્તીભાઇ તલસાણીયા, પ્રદિપભાઇ કે. કરગથરા, અરવિંદભાઇ ત્રેટીયા, ગોરધનભાઇ ચાપાનેરા તેમજ મુકેશભાઇ તેમજ જગદીશભાઇ સોણરા ટ્રસ્ટી દિનેશભાઇ, વિનયભાઇ, મુકેશભાઇ ભાડેશિયા, તથા કારોબારી સભ્યોએ હર્ષદભાઇ બકરાણીયા, કિશોરભાઇ અંબાસણા, દિલીપભાઇ પંચાસરા, શાંતિલાલ ડી.સાંકડેચા, મીતેશભાઇ એસ. ધ્રાગધારિયા, હરિભાઇ સીનરોજા, જનકભાઇ વડગામા, કિશોરભાઇ આર. બોરણીયા, કેતનભાઇ મરિધરિયા, ઘનશ્યામભાઇ જે . દુદકીયા સહીતના એજહેમત ઉઠાવી હતી. આ સમુહ લગ્નનું જીવત પ્રસારણ ‘અબતક’ ચેનલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ જયંત ગજજર અને તેની ટીમના સુરીલા સંગીત સાથે લગ્નગીતોનું વણજાર થઇ હતી.
“અબતક” મીડિયાના ડિજિટલ/ચેનલ પ્લેટફોર્મ પર વિશ્ર્વકર્મા જયંતી અને સમૂહ લગ્નોત્સવ લાખો લોકો એ નિહાળ્યો
અબતક મીડિયા હાઉસ દ્વારા આજે વિશ્વકર્મા જયંતી અને સંલગ્ન સામાજિક ધાર્મિક કાર્યક્રમો અને આયોજનો નું લાઇવ પ્રસારણ કર્યું હતું અબ તક મીડિયા ડિજિટલ અને ટીવી ચેનલ ના બંને પ્લેટફોર્મ પર સૌરાષ્ટ્ર-ગુજરાત નહીં દેશ અને વિશ્વભરના લાખો પરિવારો એ આ કાર્યક્રમ નું લાઈવ નિહાળ્યું હતું સોશ્યલ મીડિયા ડિજિટલ પ્લેટફોર્મ પર “લાઈવ”મા યુ,ટ્યુબ, ફેસ બુક પર લાખો લોકોએ કાર્યક્રમ નિહાળયુ હતું વિશ્વકર્મા જયંતિ કાર્યક્રમ અને સમગ્ર વિશ્વમાં પ્રસાર માટે અબ તક મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મએ ભારે રંગ રાખ્યો હતો અબ તક મીડિયાના માધ્યમથી સમગ્ર વિશ્વના વિશ્વકર્મા ભક્તોએ ધન્યતા અનુભવી મહોત્સવમાં પ્રત્યક્ષ હાજરી આપી હોય તેવી અનુભૂતિ.