વરરાજાને બગીમાં ભવ્ય સામૈયુ તથા વિવિધ પ્રકારના રાસની રમઝટ, મહાનુભાવોનું ઢોલ અને શરણાઇથી સ્વાગત કરાયું
જય વેલનાથ જય માંધાતા સમુહ લગ્નોત્સવ સંઘ રાજકોટ દ્વારા આયોજીત રાજકોટ પૂર્વ ઝોન ના સામાકાંઠા વિસ્તારમાં ચુંવાળીયા , તળપદા , ઘેડીયા , સમસ્ત કોળી સમાજના તા. 6 ને સોમવારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે , રીયલ મેળાના ગ્રાઉન્ડમાં ભવ્ય – દિવ્ય અને શાહી અને જાજરમાન ઠાઠ – માઠ સાથે રાજકોટના કોળી સમાજના ઇતિહાસમાં અલગ અને અનોખા સમુહ લગ્ન યોજાઇ ગયા . આ સમુહ લગ્નમાં દિકરીઓના લગ્ન મંડપ રોયલ અને રજવાડી મંડપ રાખવામાં આવેલ હતા અને તમામ વરરાજાઓને બગી ઉપર બેસાડીને શાહી અને જાજરમાન સામૈયુ કરવામાં આવેલ તેમાં કેશીયોપાર્ટી , રાજસ્થાની ઢોલ , કાઠીયાવાડી દેશી ઢોલ સાથે હતુ . સમુહલગ્ન સ્થળ પર નામાંકિત કલાકાર દ્વારા લગ્નગીત , રાસમંડળી ના વિવિધ રાસોની રમઝટ બોલાવામાં આવી હતી. આ પ્રસંગમાં આશરે 10,000 લોકોએ ભોજન પ્રસાદ લીધેલ હતો . આ સમુહ લગ્ન સમારોહમાં કોળી સમાજની વિવિધ સંસ્થાના અગ્રણીઓ , કાર્યકરો , રાજકીય મહાનુભાવો , સમાજ શ્રેષ્ઠીઓ , ડોકટરો , વકિલો , પોલીસ વિવિધ કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા .
જય વેલનાથ જય માંધાતા લગ્નોત્સવ ને સફળ બનાવવા માટે આયોજન ટીમ ના દેવાંગભાઇ કુકાવા , કલ્પેશભાઈ બાવરીયા , નૈમિષભાઇ દાદુકીયા , શૈલેષભાઇ માલમ , હકાભાઈ સોરાણી , ભુપતભાઇ જારેરા , મનસુખભાઇ ધામેચા , ઘીરૂભાઈ ધોળકીયા , જેન્તીભાઈ રાતોજા , રમેશભાઈ મકવાણા આ યુવાન મિત્રોએ રાત – દિવસ મહેનત કરીને આ સમુહલગ્નને સફળ બનાવવામાં આવેલ હતો . કોળી સમાજના વિવિધ મંડળો દ્વારા આ સમુહલગ્નની વ્યવસ્થા સંભાળવામાં આવેલ હતી. આ સમુહલગ્નને જોઇને રાજકોટના કોળી સમાજના એક રેકોર્ડબ્રેક થયેલ . આ સમુહલગ્નમાં 11 નવદંપતી જોડાયા હતા અને 1 સગાઈ વિધી પ્રસંગ યોજાઈ ગયો. રાજકોટ શહેરના જીલ્લાના ચારેય દિશાઓ માંથી આયોજન ટીમને આ આયોજન બદલ ઠેર – ઠેરથી અભિનંદન મળી રહયા છે. તેમ જય વેલનાથ જય માંધાતા સમિતિના સ્થાપક દેવાંગભાઇ કુકાવાની યાદીમાં જણાવેલ છે.