શુક્રવારથી સાંજે ૭ કલાકે મહાઆરતી તેમજ સાંસ્કૃતિક, સામાજીક અને ધાર્મિક કાર્યક્રમોની વણઝાર: પૂર્વ તૈયારી માટે યોજાયેલી બેઠકમાં વિવિધ ઈન્ચાર્જની જાહેરાત
પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં તેમજ શહેરના મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ભાનુબેન બાબરીયા, અંજલીબેન ‚પાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની ઉપસ્થિતિમાં આગામી તા.૨૫એ ગણેશ ચતુર્થીના શુભ દિનથી ૫ સપ્ટેમ્બર સુધી રાજકોટ શહેર ભાજપ આયોજીત ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા શહેરના રેસકોર્ષ ઓપન એર થીયેટર, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન સિઘ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવનાર હોવાથી શહેર ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળી હતી.બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણી તથા પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું કે ગણપતિ મહોત્સવમાં શુક્રવાર થી તા.૫ સુધી રેસકોર્ષ ઓપન એર થીયેટર, સિઘ્ધિ વિનાયક ધામ ખાતે રોજ સાંજે ૭:૦૦ કલાકે મહાઆરતી યોજાશે. મહોત્સવ દરમ્યાન અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સેવાકીય કાર્યક્રમો તેમજ ધાર્મિક અનુષ્ઠાનોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.શહેર ભાજપ આયોજીત ગણપતિ મહોત્સવની છેલ્લા નવ વર્ષની ભવ્ય અપ્રતીમ સફળતા બાદ દશમાં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે આ ગણપતિ મંગલ મહોત્સવ કાર્યક્રમનું શાનદાર સફળ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં શહેરની વિવિધ સંસ્થાઓ, જ્ઞાતી, સમાજોના શ્રેષ્ઠીઓ, મંડળો, એસોસીએશનો, અધિકારીઓ તથા શહેરની ધર્મપ્રેમી જનતાને જોડી સમગ્ર મહોત્સવ દરમ્યાન અનેકવિધ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે તેમજ વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતોના ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી આશિર્વચનો પાઠવશે.આ મંગલ મહોત્સવમાં અનેકવિધ સેવાકીય તથા વિવિધ સ્પર્ધાઓનું પણ ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. આ ધાર્મિક મહોત્સવમાં જોડાઈ રિઘ્ધી સિઘ્ધીના દેવાધિદેવ ગણપતિ મહારાજની આરાધના કરવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.મહોત્સવને સફળ બનાવવા કમલેશ મિરાણી, નીતિનભાઈ ભારદ્વાજે વિવિધ સમિતિઓની ઘોષણા કરેલ છે.જેમાં ઈન્ચાર્જ તરીકે કમલેશ મિરાણી, મુખ્ય માર્ગદર્શક તરીકે સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ ‚પાપરા, ધનસુખભાઈ ભંડેરી, ભીખાભાઈ વસોયા, નીતિનભાઈ ભારદ્વાજ, મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ઉદયભાઈ કાનગડ, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, અંજલીબેન ‚પાણી, નરેન્દ્રસિંહ ઠાકુર, ગ્રાઉન્ડ લાઈટ, માઈક સમિતિમાં કેતનભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, વિનુભાઈ પરમાર, અશોક લુણાગરીયા, ગણપતિ મૂર્તિ શણગાર સમિતિના દિનેશ કારીયા, આરતી સમિતિમાં પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેન્દ્રસિંહ વાળા, અશ્ર્વિન પાંભર, મનુભાઈ વઘાસીયા, સંજય ધવા, રમેશ શીંગાળા, પરેશભાઈ લીંબાસીયા, સ્વાગત અને નિમંત્રણ સમિતિના અશ્ર્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, કશ્યપ શુકલ, મનીષ રાડીયા, દિવ્યરાજસિંહ ગોહિલ, મયુર શાહ, પુષ્કર પટેલ, વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, જયમીન ઠાકર, વલ્લભ દુધાત્રા, પ્રસાદ સમિતિમાં રાજુભાઈ બોરીચા, બાબુભાઈ આહીર, દેવદાન કુગશિયા, રસીક બદ્રકીયા, રામદેવભાઈ આહીર, મનસુખ પીપળીયા, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિમાં કિશોર રાઠોડ, માધવ દવે, બટુકભાઈ દુધાગરા, રાજુ ઘેલાણી, નયનાબેન પેઢડીયા, કિરણબેન માકડિયા, દિપાબેન ચિકાણી, કંચનબેન સિઘ્ધપુરા, પુનીતાબેન પારેખ, નિશીથ ત્રિવેદી, જીજ્ઞેશ ગોસ્વામી, સી.ટી.પટેલ, મહેશ પરમાર, રાબીયાબેન સરવૈયા, સંગીતાબેન છાયા, ચા‚બેન ચૌધરી, કલ્પનાબેન કિયાડા, જયોત્સનાબેન હળવદીયા, મધુબેન કુગશિયા, ડો.દર્શીતાબેન શાહ, બીનાબેન આચાર્ય, રમેશ ઉધાડ, રમેશ અકબરી, ૫૬ ભોગ સમિતિ મોહનભાઈ વાડોલીયા, જેરામભાઈ પ્રજાપતિ, પાર્કીંગ સમિતિમાં રાજુભાઈ અઘેરા, ડી.બી.ખીમસુરીયા, એન.જી.પરમાર, મહેશ અઘેરા, હર્ષ વઘાસીયા, મીડીયા સમિતિમાં નીતિન ભુત, હરેશ જોષી, નિરજ પાઠક, જયંત ઠાકર, નિશીથ ત્રિવેદી હિસાબ સમિતિ અનિલભાઈ પારેખ, પ્રવિણભાઈ ડોડીયા, સુશોભન સમિતિના રઘુભાઈ ધોળકિયા, મનીષ ભટ્ટ, પ્રદિપ ડવ, નિલેશ જલુ, જીજ્ઞેશ જોષી, રાજુભાઈ ચૌહાણ, પંકજભાઈ ભેસાણીયા, જે.પી.ધામેચા, કિશોર પરમાર, રાજન સિંધવ, વિપુલ માખેલા, ભાવેશ દેથરીયા, જયેશ પાઠક ભોજન સમિતિમાં રામભાઈ પટેલ, રમેશ જોટાંગીયા, રાજુ કુંડલીયા, પંકજ ભાડેશીયા, પગરખા સમિતિમાં નવિન પાટડીયા તથા તેની ટીમની રચનાની જાહેરાત કરવામાં આવી છે.