ગણેશ ચતુર્થીના પર્વ નિમિતે રાજકોટના સર્વેશ્ર્વર ચોક ખાતે પ્રથમ વાર ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ભગવાન ગણેશની ખુબ જ સુંદર મૂર્તિના દર્શન કરવા ભાવિકો ઉમટી પડયા હતા. તેમજ રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો, હાસ્ય ડાયરો, નાટક, ડી.જે.દાંડીયા જેવા મનોરંજનનું આયોજન કરવામાં આવશે. સર્વેશ્ર્વર ચોક ગ્રુપમાં આયોજક અતુલ કોઠારીએ જણાવ્યું હતું કે, તેમણે પહેલીવાર ગણપતિ સ્થાપના સર્વેશ્ર્વર ચોક ખાતે કરી છે અને ખુબ જ મોટી મુર્તિ છે સાક્ષાત ગણપતિ બિરાજમાન હોય તેવો અહેસાસ કરાવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ૧૧ દિવસ સુધી સતત સાંસ્કૃતિક કાર્યક્રમો કરવાના છે. જેવી રીતે મુંબઇમાં ‘લાલ બાગ કા રાજા’ છે એ રીતે ‘સર્વેશ્ર્વર ચોક કા રાજા’ પણ પ્રસિઘ્ધ થાય બને માટે તેમણે બધા મળીને તન મન ધન સાથે આ કાર્યક્રમમાં આયોજનમાં મહેનત કરી છે. તેમના ગણપતિની આરતીમાં વિશેષ તેમણે લાઈવ વાદન દ્વારા કર્યું હતું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.