‘અબતક’ ની મુલાકાતમાં ઇપીએસ 95 પેન્શનરોની માંગ સાથેના આ સંમેલનની આગેવાનોએ આપી વિગતો
સૌરાષ્ટ્ર-કચ્છ ના ઇપીએસ 95 આધારીત દેશના 65 લાખ કર્મચારીઓને નજીવું પેન્શન મળે છે. પેન્શનરો સન્માન ભેર જીવન જીવી શકે તે માટે પુરતા પેન્શનની લાંબા સમયથી ચાલતી માંગનું નિરાકરણ આવતું નથી આ પ્રશ્ર્ને સંગઠનને મજબુત બનાવી અસરકારક લડત માટે રાજકોટમાં આવતા મહીને સૌરાષ્ટ્ર-કચ્છ ઇ.પી.એસ. 95 પેન્શનરોનું મહા અધિવેશન યોજાશે.
‘અબતક’ ની મુલાકાતે આવેલા પ્રણવભાઇ દેસાઇ, જોરુભા ખાચર, આર.જે. બોધરા, જે.કે. ગજેરા, પંકજભાઇ શૈલેષભાઇ માંડલીયા અને ગમનભાઇ દવેએ કાર્યક્રમની વિગતો આપતા જણાવેલ કે, ભારતભરના લગભગ સિતેર લાખથી વધુ ઇપીએસ 95 પેન્શનધારકો દર માસે રૂ. એક હજાર થી ત્રીસ હજાર સુધીનું શુલ્ક પેન્શન ચુકવવામાં આવે છે. વાસ્તવિક મોધવારીના સમયમાં આ રકમથી પરિવારનું પોષણ થઇ જ ન શકે.
60 વર્ર્ષે નિવૃત થયા બાદ મોટાભાગના પેન્શનધારકો શારીરિક અને માનસિક રીતે આથિંક પ્રવૃતિ કરવા સક્ષમ હોતા નથી.આ વર્તમાન સળગતી સમસ્યાને સરકારને યોગ્ય રજુઆત કરવા માટે દેશભરમાં સંગઠન અસ્તિત્વ ન હોવાથી પેન્શનર્સની લાગણીનો પડઘો પાડી શકતા ન હોતા.આ પરિસ્થિતિમાં સીતેર લાખથી વધુ ઇપીએસ 95 ના પેન્શનર્સને સંગઠીત કરવા અને વાસ્તવિક સમસ્યાને વાચા આપવા માટે એન. એ સી ના રાષ્ટ્રીય અઘ્યક્ષ અને ઇન્ડીયન નેવીના નિવૃત કમાન્ડર અશોક રાઉત સ્વ ખર્ચે દેશભરમાં છેલ્લા 10 વર્ષથી પ્રવાસ ખેડી રહ્યા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના પેન્શનર્સના ઘણા સંગઠનના આગેવાનોની મીટીંગ રાજકોટ ખાતે મળી હતી. તેમાં નકકી થયા મુજબ જુલાઇ માસમાં એક મહાઅધિવેશન બોલાવી અવાજ ઉઠાવવા માટેનું આયોજન કરવાનું નકકી કરવામાં આવ્યું છે. આગામી માસમાં સૌરાષ્ટ્ર કચ્છના ઇપીએસ 95 પેન્શનર્સનું રાજકોટ શહેરમા આયોજન કરવાનો સર્વસમંતિથી નિર્ણય કરવામાં આવ્યું છે.પ્રણવ દેસાઇ (રાજકોટ)મો. નં. 81605 84391 નો ફોન ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
આ આયોજન કમીટીમાં રાજકોટ પ્રણવ દેસાઇ, દેવકરણ સેવારા, હરેશ પુજારા, દિલીપ ઠાકર, ગમન દવે, હાજીભાઇ માથાકીયા અને પ્રદીપ મહેતા કચ્છમાંથી આર.સી. પટેલ, સુરેશ ચૌહાણ સુ.નગરમાંથી ગીરીરાજસિંહ ઝાલા, રતિભાઇ પટેલ, જામનગર પંકજભાઇ જોશી, અશોકભાઇ મહેતા, ભાવનગરમાંથી ખોડીદાસભાઇ યાદવ અમરેલીમાંથી મહેન્દ્રભાઇ શુકલ, શેખભાઇ જુનાગઢમાંથી સલીમભાઇ ગુજરાતી મહાઅધિવેશનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.