આ તકે વિકટરથી સીતારામ બાપુ, રૂષીમહારાજ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા
રાજુલા તાલુકાના ભેરાઇ (દેવપરા) માં ૫૧ કુડીના મહાચંડી યજ્ઞનું તેમજ વાજા કુળના માં ચામુડાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ રાત્રીના માં ચાંમુડાનો નવરંગો માંડવાનું પણ ડાકડમરુ સાથે આયોજન કરેલ.
આ પાવન પ્રંસગે પધારેલ સાધુ સંતો સિતારામ બાપુ વિકટર તથા રુષી મહારાજ બલાડદેવ મંદીર પુજારી ભેરાઇ તથા નાગભારથી બાપુ ઇષ્વરીયા મહાદેવ ભેરાઇ તથા દેવનદાસ બાપુ ડેડાણ તથા કેદારનાથબાપુ સાકરીયા હનુમાન ભેરાઇ તથા ચેતન દાદા રામજી મંદીર ભેરાઇ તથા રામદાસ બાપુ રામપરા તથા માધવગીરી બાપુ ચાંચુંડા મહાદેવ કોવાયા જેવા અનેક સાધુ સંતોએ આ પાવન પ્રંસગે હાજરી આપી પ્રંસગને દિપાવેલ આ પ્રંસગના યજ્ઞના મુંખ્ય પાટલાના દાતા લાલજીભાઈ ભગવાનભાઇ વાજા મહુવાવાળા તેમજ બાકીના ૫૦ પાટલાના યજમાનોએ રૂપીયા ૨૫૦૦ ધરીને આ યજ્ઞનો લાભ લઈને યજમાનોએ ધન્યતા અનુભવેલ.
આ યજ્ઞના વક્તા આચાયે શ્રીશાસ્ત્રી મનસુખ દાદાના મધુર સુરે ગાન કરેલ તેમજ વાજા કુળના કુળગોર જટાશંકર દાદા જોષી ભેરાઇ વાળાના અધ્યક્ષ સ્થાને આ યજ્ઞનું ગાન થયેલ માં ચામુડાનો રાતવાસો નનાભાઇ નારણભાઈ વાજા ભેરાઇ ચામુંડામાને પ્રથમ ધજા મગનભાઇ ખીમજીભાઇ વાજા મહુવાવાળા એ ચડાવેલ માંની પ્રથમ આરતી સંતોષભાઇ અરજણભાઇ વાજા દેવપરા માતાજીને પ્રથમ થાળ વાજા કુળના માં ચામુડાના ભુવા દાદા શ્રી ચીથરભાઈ જીણાભાઇ વાજા દેવપરા વાળાએ ધરેલ. આ આખા પ્રસંગમા પધારેલ દરેક સાધુ સંતો ભક્તો તેમજ માતાજી ના ઉપાસકોનો માં ના ભુવા શ્રી ચીથરભાઈએ પોતાનો રાજીપો વ્યક્ત કરેલ કે માં દરેક ભક્તોની મનોકામના પૂણે કરે.
તેમજ રાત્રીના સમયે પંચના ભુવાઓ અને રાવળદેવ તેમજ શ્રી ભગવાનભાઇ તેમજ જીતુભાઇએ માંના નવરંગા માંડવામાં ડાકડમરુ ના તાલે માંને રાસે રમાડેલ વાજા કુળ ના માં ચાંમુડાના ભુવાશ્રી ચીથરભાઇ જીણાભાઇ,મેલડી માં ના ભુવા શ્રી અરજણભાઇ મૈયાભાઇ,મહાકાળી માં ના ભુવા શ્રી આકાશભાઇ ગોવીંદભાઇ બાંભણીયા,બલાડ મા ના ભુવા શ્રી લખમણભાઇ વાઘાભાઇ રામ તેમજ મેલડી માં ના ભુવા શ્રી મનસુખભાઈ છનાભાઇ વાજાએ હાજરી આપેલ તેમ દેવપરા નિવાસીને ૩૫૧ વાજા પરીવાર ના માં ચામુડાના ભુવા દાદા શ્રી ચીથરભાઇ જીણાભાઇ વાજા દરેક પધારેલ મા ના ભક્તો નો આભાર માનેલ અને માંને પ્રાર્થના પણ કરેલ કે આવા ને આવા રૂડા ધાર્મિક કાર્યો માંના ભક્તો દ્રારા થતા રહે તેવી માંતુ અમને સદબુધ્ધી આપતી રહે તેવી અમારી માંગણી. આ સમગ્ર આયોજન સંચાલનમા ચાંમુડા માંના ભૂવાશ્રી ચીથરભાઇ ની દેખરેખ તેમજ માં ચામુંડાની અસીમ ક્રુપાથી થયેલ તેમ માંના ભુવા દાદાએ જણાવેલ.