ઇરાન-ઇરાકની બોર્ડરની આસપાસના વિસ્તારમાં રવિવાર મોડી રાતે તીવ્ર ભૂંકપ અનુભવાયો હતો. જેમાં 140થી વધુ લોકોની મોત થયા છે તેવી વિગત જાણવા મળી  છે. અને 300 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇરાનના અધિકારીઓએ આપેલી જાણકારી મુજબ ભૂકંપની અનેક વિસ્તારોમાં જાનમાલને ભારે નુક્શાન થયું છે. ઇરાનના અધિકારીઓએ 140 લોકોના મોતની વાત કરી છે અને આ આકડો વધવાની આશંકા પણ વ્યક્ત કરી છે. યુએસના જિયોલોજિકલના સર્વેનું કહેવું છે કે ઇરાન અને ઇરાકના સીમાડાના વિસ્તારમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.જે ખૂબ જ ભયાનક હતો.

ઇરાનના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે હાલ ફસાયેલા લોકોને કાટમાળની  બહાર નીકાળવામાં આવી રહ્યા છે. અનેક જગ્યાએ વિજળી પણ જતી રહી છે. અને હજી પણ અનેક લોકો કાટમાળ નીચે દબાયેલા છે. ઇરાકી કુર્દિસ્તાનમાં પણ ભૂકંપના ઝટકા પછી અનેક લોકો તેમના ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે ઇરાન -ઇરાક વચ્ચે કેટલું જાનમાલનું નુક્શાન થયું છે તે અંગે હજી કોઈ સ્પષ્ટ આંકડા બહાર નથી આવ્યા પણ તીવ્ર ભૂકંપના કારણે મોટું નુક્શાન થયું છે તે વાત જાણવા મળી છે. અને લોકો એકબીજાની મદદ કરી રહ્યા છે. હાલ બચાવ કાર્ય પુરજોસમાં ચાલી રહ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.