દેશભરમાંથી સંતો-મહંતો પધાર્યા: ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ મુકતાનંદજી બાપુ રહ્યા ઉપસ્થિત
દર વર્ષની જેમ પરંપપરાગત રીતે મહાશિવરાત્રીનાં પર્વ બાદ હજારોની સંખ્યામાં સંતો મહંતો સતાધાર આવે છે. જે પરંપરા શામજીબાપુના વખતથી ચાલી આવે છે. ત્યારબાદ જીવરાજબાપુ અને હાલના જગ્યાના મહંત ખંતિલા ઉત્સાહી દિર્ધદ્રષ્ટીવાળા મહંત વિજયબાપુ આ પરંપરાને અવિરત ચલાવી રહેલ પૂરા ભારતભરમાંથી સંતો પધાર્યા હતા. તમામ લોકોની ભજન-ભોજન નિવાસની સંપૂર્ણ વ્યવસ્થાકરવામા આવે છે.
આ ભંડારામાં ખાસ ઉપસ્થિત ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂ. મુકતાનંદજી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અખાડાના મહંતો મંડલેશ્ર્વરો તેમજ પંચની ઉપસ્થિતિ રહેલ.
આવેલ તમામ સંતો મહંતોને (ભંડારો) ભોજન કરાવેલ તેમજ બાદમાં તમામને ભેટ પુજા (દક્ષિણા) સહુસહુના હોદા મુજબ આપવામાં આવેલ આપ્રસંગે સેવક ભકતગણ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોટાભાઈ સવડ રોહિતભાઈ શેખવા રોહિતભાઈ ખાદા, શામતભાઈ ઓડેદરા, તેમજ નામી અનામી સેવકો ખાસ ઉપસ્થિત રહેલ આ ભંડારામાં ૪ થી ૫ હજાર સંતો એ ભોજન ભજનનોલાભ લીધો હતો.