સમાજ સંગઠન અને ભંડોળ માટે તાલુકાભરમાં જયોતિયાત્રા-શસ્ત્ર પુજનનું આયોજન
જામકંડોરણાના રાજપુત ક્ષત્રીય સમાજના ભવ્ય સમાજ ભવન નિર્માણનું કાર્ય વેગવાન બન્યું છે. આજે ‘અબતક’ ની મુલાકાતે આવેલા રાજપુત આગેવાનોએ આ મહાકાર્યની વિગતો આપતા જણાવ્યું હતું કે જામકંડોરણામાં સરસ્વતી સન્માન સમારોહમાં આગામસ સમાજ ભવન નો સંકલ્પ કરાયો હતો અને એકાદ કરોડનું દાન લખાયું હતું. અને આ ભવન નિર્માણ માટે સમજ સંકલ્પ બઘ્ધ બન્યો છે.
જામકંડોરણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ તથા યુવા સમાજ દ્વારા આયોજિત આઠમો સરસ્વતી સન્માન સમારોહ અને સમાજ ભવન નિર્માણ અર્થે મળેલ સમાજ સમરસતા સભર કાયેકમ માં સમારંભ ના અધ્યક્ષ ગોંડલ ના માજી ધારાસભ્ય અને રાજકોટ જીલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ ના પ્રમુખના પ્રતિનિધિ જ્યોતિરાદિત્યસિંહજી (ગણેશભાઈ), કચ્છ કાઠિયાવાડ રાજપૂત ક્ષત્રિય સમાજ ના પ્રમુખ ધ્રુવકુમારસિહજી ઓફ ધ્રુવનગર, મહામંત્રી દૈવતસિહજી ચાંદલી, કાયોલય મંત્રી દિગ્વિજયસિંહજી ચુડાસમા ,અનિરુદ્ધસિહજી રીબડા ના પ્રતિનિધિ સુપુત્ર સત્યજીતસિહજી, પૃથવિસિહજી(ઘોઘુભા) ઘંટેશ્વર, જે.પી.જાડેજા કરણી સેના ગુજરાત, ડો.જીગરસિહજી જાડેજા ગીરીરાજ હોસ્પિટલ રાજકોટ, ગોહિલ ધોરાજી , આર.ડી.જાડેજા ચંન્દ્સિહજી ભાડવા, ગંભીરસિહજી વાળા હરપાલસિહજી સાતવડી જયપાલસિહજી સરવૈયા, ઈન્દ્રવિજયસિહજી ચુડાસમા, હરપાલસિહજી, પ્રવિણસિહજી સોડવદર, જેતપુર તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ પ્રમુખ રણધીરસિહજી ઝાલા, વીરપુર તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ ના પ્રમુખ બલભદ્રસિંહજી ચુડાસમા ધોલેરા, ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ પ્રમુખ દિગ્વિજયસિંહજી પાચિયાવદર, કોટડા સાંગાણી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ ના પ્રમુખ નરેન્દ્રસિહજી જાડેજા માણેકવાડા,કાયેવાહક પ્રમુખ ધમેરાજસિહજી માણેકવાડા, ગોંડલ માર્કેટીંગ યાર્ડ ના ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહજી , મયુરસિહજી હડમતાળા કારોબારી સમિતી ચેરમેન ગોંડલ તાલુકા પંચાયત, વિશિષ્ટ સન્માનારથી નિવૃત આચાર્ય ગણેશ વિદ્યાલય રાજકોટ ભુપેન્દ્રસિંહજી મોનીકાબા વાળા ગીન્ગણી હાલ કંડોરણા,તેમજ આયોજક સંસ્થાઓના હોદેદારો અને ટ્રસ્ટીઓ, જામકંડોરણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના પ્રમુખ બાબભા બાપુ,વડીલ લીલુભા બાપુ, જીલ્લા ભાજપ સંગઠન અગ્રણી ચંદુભા ચૌહાણ આચવડ,તાલુકા પંચાયત ના કારોબારી સમિતી ચેરમેન ધ્રુપાલસિહજી થોરડી, તાલુકા પંચાયત સદસ્ય જગતસિહજી સોડવદર, નિવૃત્ત અધિકારી દાનુભા જાડેજા પીપરડી તેમજ તમામ સરપંચ ઓ ની ઉપસ્થિતિ માં સમારંભ યોજાયો જેમાં સમાજ ભવન બાંધકામ વિશે ની માહિતી અને ડોનેશન અંગે ની માહિતી સમાજ ભવન બાંધકામ ના સંયોજક અને સંકલન શકિતસિંહ કોટડા નાયાણી ભૂમિ ગૃપ ગોંડલ એ જાહેર કરતા ભવન ના મુખ્ય ટાઈટલ ડોનર અનિરુદ્ધસિહજી રીબડા એ રૂપિયા એકાવન લાખ તેમના માતુશ્રી સ્વ. બાઈરાજબા મહિપતસિંહજી ના સ્મરણાર્થે જાહેર કરેલા તેમજ ભવિષ્યમાં વધારે જરૂરીયાત લાગે તો સહકાર આપવા જણાવેલ છે, અગીયાર લાખ રૂપિયા ઘોઘુભા ઘંટેશ્વર, અગીયાર લાખ શ્રી ક્ષત્રિય યુવક સંઘ ના સ્થાપક તનસિહજી સાહેબ ના નામે ગેસ્ટ હાઉસ વીગ ના અનામી દાતાશ્રી ,ત્રણ લાખ એકાવન હજાર પ્રવિણસિહજી સોડવદર,બે લાખ એકાવન હજાર કરણસિંહજી થોરડી, એકાવન હજાર આ સમાજ ભવનના શરૂઆત ના પાયા ના પથર મયુરસિહજી ઝાલા કીડી હાલ ગોંડલ, એકાવન હજાર પ્રમુખ શ્રી તેજુભાભાઈ,એકાવન હજાર અશોકસિહજી થોરડી તેમજ પાચ હજાર થેલી સિમેન્ટ ઈન્દ્રવિજયસિહજી ભાયાવદર પ્રમુખ શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ કુલ મળીને આશરે એક કરોડ થી વધુ માતબર રકમનું દાન જાહેર થયેલ જે કાર્યક્રમનું સંચાલન ક્રિપાલસિહજી પીપરડી અને યુવાનો દ્વારા સરસ રીતે કરવામાં આવેલ તેમજ આગામી નવરાત્રી દરમિયાન ઘરે-ઘરે સંગઠન રૂપી જ્યોત પ્રગટાવી કંડોરણા તાલુકા ના તમામ ગામોમાં તમામ ઘરે સમાજ ભવન બાંધકામ અંગે ની માહિતી અને જાણકારી માટે તેમજ સંગઠન હેતુ યાત્રા કરવામાં આવશે મોટા દસ ગામોમાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવશે.છેલ્લા દિવસે તા.5/10/22 દશેરા ના દિવસે યાત્રા પૂણાર્હુતિ ના ભાગ રૂપે શસ્ત્ર પૂજન અને જામકંડોરણા માં રેલીનું આયોજન કરવામાં આવશે.