ત્રણ દિવસ ચાલનાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મહાઆરતી
રાજસની મંગાવવામાં આવેલી મૂર્તિના પોલીસ બેન્ડ સાથે સ્વાગતમાં પોલીસ સ્ટાફ પરિવાર સાથે ઉપસ્તિ રહ્યો
પોલીસ હેડ કવાર્ટર ખાતે અંબાજી માતાજીના જુના મંદિરનો ર્જીણોધાર કરી મંદિરમાં અંબાજી માતાજી સહિત ૩૧ દેવી દેવતાની મૂર્તિ રાજસની પોલીસ હેડ કવાર્ટર ખાતે પહોચી ત્યારે તેનું પોલીસ પરિવાર દ્વારા પોલીસ બેન્ડ અને ડીજે સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. પોલીસ હેડ કવાર્ટર ખાતે ચાલનાર ત્રણ દિવસ સુધી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે હવન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મહાઆરતીમાં મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી ખાસ ઉપસ્થિત રહી પોલીસ સ્ટાફ દ્વારા હેડ કવાર્ટર ખાતે રૂા.૩ કરોડના ખર્ચે તૈયાર યેલા મંદિરે દર્શન કરી આરતી ઉતરશે તેમ યાદીમાં જણાવ્યું છે. પોલીસ હેડ કવાર્ટર ખાતે આવેલા જૂના અંબાજી માતાજીનું મંદિરનો ર્જીણોધાર કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા કરાયેલા નિર્ધારને શહેરના તમામ પોલીસ મકના સ્ટાફ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સ્ટાફે વધાવી લીધો હતો. મંદિર માટે જરૂરી રૂા.૩ કરોડનું પોલીસ સ્ટાફ દ્વારા ફંડ એકઠું કરી શાોકત વિધી સાથે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તા.૨૮ ફેબ્રુઆરીથી તા.૧ માર્ચ સુધી આયોજન કર્યુ છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે આજે સવારે રાજસનના જયપુર ખાતે માતાજી ઉપરાંત ૩૧ દેવી દેવતાની મૂર્તિ રાજકોટ ખાતે લાવવામાં આવી ત્યારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી રવિ મોહન સૈની, ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયા, ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ. ગઢવી, એસ.ઓ.જી. પી.આઇ. આર.વાય. રાવલ ઉપરાંત તમામ એસીપી અને પોલીસ મકના પી.આઇ. સહિતના સ્ટાફ ઉપસ્થિત રહી મૂર્તિનું પોલીસ બેન્ડ અને ડીજે સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પોલીસ હેડ કવાર્ટર ખાતે તૈયાર યેલા અંબાજી મંદિર ખાતે ચાલનાર ત્રણ દિવસના ધાર્મિક કાર્યક્રમમાં મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહી મહાઆરતી ઉતરશે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પોલીસ સ્ટાફ ઉપરાંત પોલીસ પરિવાર દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી છે.
અંબાજી મંદિરના મેઇન ગર્ભગૃહમાં મુખ્ય અંબાજી માતાની મૂર્તિ, ડાબી સાઇડ ગર્ભગૃહમાં રાધાકૃષ્ણ અને ગરૂડજીની મૂર્તિ, જમણી સાઇડ ગર્ભગૃહમાં રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજીની મૂર્તિ, જમણી સાઇડ ગર્ભગૃહમાં હનુમાનજીની મૂર્તિ, દક્ષિણ ગોખમાં હનુમાનજી મૂર્તિ, સામેથી જમણી સાઇડ ગોખમાં ગણપતિજીની મૂર્તિ, ઉતર ગોખમાં ગણપતિજી મૂર્તિ, સામેથી જમણી સાઇડ ગોખમાં ગાયત્રી માતાજીની મૂર્તિ, સામેથી ડાબી સાઇડ ગોખમાં ખોડીયાર માતાજી મૂર્તિ, મેઇન રંગ મંડપમાં સિંહની મૂર્તિ અને મંદિરના પાછળના તેમજ આજુ બાજુ ગોખના દિશાના દેવોની મૂર્તિ રાખવામાં આવનાર છે.