કોર્પોરેટ વીડિયો સાથે ડિજિટલ માર્કેટીંગમાં ગ્રાહકોને અવનવુ મળશે
એ.એમ.જે મલ્ટી મિડીયાનું સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે પહેલી વાર શુભ શરૂઆત કરવામાં આવી છે. કોઇપણ ક્ષેત્ર હોય ધંધા સાથે સંકળાયેલ તથા માર્કેટીંગ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. ત્યારે જે કંપની પોતાની નવી પ્રોડકટ બહાર પાડે તો વધુ ગ્રાહકો સુધી કેવી રીતે પહોચાડવી તે માટે એ.એમ. જે મલ્ટીમીડીયા દ્વારા કોર્પોરેટ વિડીયો તેમજ ડિજિટલ માર્કેટીંગની શરુઆત કરવામાં આવી છે જે ગ્રાહકો ને સરળ રીતે પ્રોડકટ ની સમજણ આપી શકે છે. અને ગ્રાહકોને કંપની સાથે નિરંતર પણે જોડાતા જાય છે.
જયદિપભાઇ પટેલ એ.એમ.જે. મલ્ટીમીડીયા ના ફાઉન્ડર એ ‘અબતક’ સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે અત્યારે કોઇપણ ક્ષેત્રમાં હરીફાઇ નો સમય ચાલી રહ્યો છે. તે લોકો તે માર્કેટીંગ કરવું ખુબ જરુરી હોય છે ત્યારે અમે માર્કેટીંગ કરવા માટે ડિજીટલ વસ્તુ લઇને આવ્યા છે. ડિજિટલ એટલે કોર્પોરેટ વિડીયો, કોઇપણ બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર ને લઇ તેને કોર્પોરેટ વિડીયો ગ્રાફીકસ સેટ કરી દઇ તે ઉપરાંત તે કહે કોઇપણ ટીવી ચેનલ પર પ્રખ્યા શોની બ્રેકમાં તેની જાહેરાત મુકાવી શકે છે. અને વધુ ને વધુ લોકો સુધી પહોચાડી તેમનું માર્કેટીંગ કરી દય છે રાજકોટ અત્યારે સૌરાષ્ટ્રનું હબ છે તેથી અહિ અમે પહેલીવાર અમારી એડ કંપનીની શરુઆત કરી છે. સાથે સામાજીક કાર્યો પણ અમે કરવાના છે. સરકાર દ્વારા જેટલા સારા કાર્યો પણ અમે કરવાના છે. સરકાર દ્વારા જેટલા સારા કાર્યો થતા હોય છે તેમાં કયાંક ને કયાંક અમે અમારું યોગદાન આપવાના છે.
મનીષભાઇ હીરપરા એ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે કોઇપણ કંપની તેની માર્કેટીંગની રીતે વિવિધ કાર્ય કરતી હોય છે એ જે તેમનો ખર્ચ થાય છે. એ વન ટાઇમ હોય છે અને એ કંપનીને કોર્પોરેટ વીડીયો એને જે જગ્યા પર પહોચાડવો હોય ત્યાં જઇને અમે તેમનું માર્કેટીંગ કરી આવશું એડ એજન્સીની ભૂમિકા મહત્વની હોય છે. કંપની કોઇપણ હોય પણ જયારે તે કોઇ પ્રોડકટ બહાર પાડે તો એ ગ્રાહકો સુધી કેવી રીતે પહોચાડવી ત્યારે એડ એજન્સી તેનું માઘ્યમ બને છે.