આજે અષાઢવદ એકમના એવરત જીવરતનું વ્રત સોભાગ્યવતી સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃધ્ધી અને જીવરત પોતાના સંતાન માટેના લાંબા આયુષ્ય અને સુખ-શાંતિ માટે કરે છે. આ દિવસે સ્ત્રી સવારે માતા એવરત જીવરતમાં પૂજન કરી ભકિતભાવ અને શ્રધ્ધાથી આ વ્રત કરે છે. આ વ્રતમાં સ્ત્રી ઉપવાસ કરી રાત્રીના જાગરણ કરી માતાજી પાસે પોતાના પરિવાર માટે શુભઆશિષ માંગે છે. આ વ્રત ને દિવાસાનું વ્રત પણ કહેવામાં આવે છે.તસ્વીર: શૈલેષ વાડોલીયા