ધ્રાંગધ્રા પંથકના પ્રેમી પંખીડાઓએ એક સાથે જીવન ટુંકાવતા બંનેના પરિવારમાં અરેરાટી
હળવદ રેલવે સ્ટેશન નજીક આજે બુધવારે ત્રણેક વાગ્યાના અરસામાં પ્રેમી યુગલે કોઈ કારણોસર ધસમસતી આવતી ગુડ્સ ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે ગંભીર રીતે ઘાયલ યુવતીને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જ્યાં તેનું પણ મોત નિપજ્યું છે બનાવની જાણ થતા લોકોના ટોળેટોળા બનાવ સ્થળે ઉમટ્યા હતા અને પોલીસ પણ ત્વરિત બનાવ સ્થળે પહોંચી ગઈ હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે બુધવારે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં કચ્છના મુન્દ્રા તરફથી આવતી ગુડ્સ ટ્રેન હળવદ નજીક પહોંચી ત્યારે ધસમસતી ટ્રેન સામે પ્રેમી યુગલે ઝંપલાવી દેતા આ ઘટનામાં ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે રહેતા વિશાલ દિનેશભાઇ પલાણી નામના યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું
જયારે આ બનાવમાં ધ્રાંગધ્રા તાલુકા ગોપાલગઢ ગામે રહેતી નિકીતાબેન ચંદુભાઈ ઠાકોર નામની યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા હળવદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું પણ મોત નીપજ્યું હતું જોકે બનાવ સ્થળે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પોલીસ પણ તુરંત પહોંચી ગઈ હતી
પોલીસે બંને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ધ્રાંગધ્રા પંથકના પ્રેમી પંખીડાએ સજોડે આપઘાત કરતા બંનેના પરિવારમાં અરેરાટી મચી ગઈ છે.