• બહેનોએ પોતાના લાડકા વીરાના કાંડે રાખડી બાંધી ભાઈના દીર્ઘ આયુષ્યની કામના કરી: બ્રાહ્મણોએ શૂભ મૂહૂર્તોએ જનોઈ બદલાવી

ભાઈ-બહેનના પવિત્ર  સંબંધને વધુ મજબૂત કરતા પર્વ રક્ષાબંધનની આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. પોતાના વીરાના કાંડે રક્ષા કવચ રૂપી રાખડી પ્રેમપૂર્વક બાંધી લાડકી બહેને ભાઈના લાંબા આયુષ્યની કામના કરી હતી. આજના દિવસને  બળેવ પણ કહેવામાં આવે છે. બ્રાહ્મણોએ આજે શૂભમુહુર્ત જનોઈ બદલાવી હતી ઠેર ઠેર સામુહીક જનોઈ બદલાવવા માટેના આયોજન કરવામાં આવ્યા હતા. આજથી શ્રાવણ માસના તહેવારોની શ્રૃંખલા શરૂ થઈ જવા પામી છે. ગુરૂવારથી બોળચોથ સાથે સાતમ આઠમના તહેવારો શરૂ થશે.

વિવિધતામાં એકતાના દર્શન કરાવતા ભારત ને તહેવારોનો દેશ માનવામાં આવે છે.  દરેક ઋતુ અને મહિના અનુસાર વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. આજે શ્રાવણ સુદ પુનમના દિવસની ઉજવણી રક્ષાબંધન, બળેવ, કે નાળીયેરી પુનમ તરીકે કરવામાં આવે છે. આજના દિવસને ભાઈ -બહેનના પવિત્ર સંબંધનો તહેવાર માનવામાં આવે છે. આજે બહેન પોતાના વ્હાલ સોયા ભાઈના કાંડે રાખડી બાંધી પોતાના વીરાની સફળતા, ઉન્નતી અને લાંબી આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે છે. દુનીયાના કાંઈ પણ  ખૂણે વસવાટ કતી બહેન પોતાના ભાઈને રાખડી મોકલે છે. રાખડી માત્ર દોરાનો ટુકડો નથી ભાઈપર આવતી પહાડ જેવી મુસીબતને પણ પલભરમાં હણી લેવાની તાકાત ધરાવે છે. રક્ષાબંધનના પાવન પર્વ નિમિતે આજે રાજકોટમાં કોર્પોરેશન દ્વારા બહેનો માટે બીઆરટીએસ અને સીટી બસમાં નિ:શૂલ્ક મુસાફરીની ઘોેષણા કરવામાં આવી છે.

ગુજરાતની મહિલાઓ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાખડી મોકલવામાં આવી હતી. રક્ષાબંધન પર્વને લઈ બજારોમાં સરી એવી ભીડ જોવા મળતી હતી. મીઠાઈ સહિતની ચીજવસ્તુ ખરીદવા માટે મહિલાઓ ઉમટી પડી હતી. આજના દિવસની બળેવ તરીકે પણ ઉજવણી કરવામાં આવતી હોય શાસ્ત્રોકત પરંપરા મુજબ બ્રાહ્મરોએ શુભ મુહુર્ત જનોઈ બદલાવી હતી. રાજકોટ સહિતના અનેક ગામોમાં જનોઈ બદલાવવા માટે સામુહિક આયોજન કરવામાં આવ્યા હતા. શ્રાવણ સુદ 15ને નાળીયેરી પુનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે માછીમારો દરિયાની પુજા કરી નવી સીઝનનો આરંભ કરે છે.

આજથી તહેવારોનો આરંભ થઈ ચૂકયો છે. દરમિયાન  આગામી ગુરૂવારે બોળચોથથી સાતમ આઠમના  પાંચ દિવસના તહેવારોની શ્રૃંખલાનો પણ આરંભ થશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.