રિધ્ધી સિધ્ધી સોસાયટીની પરિણીતા પર નિવૃત્ત આર્મીમેને ગુજાર્યો બળાત્કાર
અબતક,રાજકોટ
રૈયાની 16 વર્ષની તરૂણીને પ્રેમ ઝાળમાં ફસાવી રૈયા ગામના વૈભવ પરમાર નામના શખ્સે બળાત્કાર ગુજાર્યાની અને રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં એક સંતાનની માતા પર પાડોશી નિવૃત આર્મીમેને આઠ માસ સુધી અવાર નવાર બળાત્કાર ગુજાર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા ગામના મફતીયાપરામાં રહેતી 16 વર્ષની તરૂણીને ઇન્ટ્રાગ્રામના માધ્યમથી પરિચયમાં આવેલા વૈભવ પરમારે પ્રેમ ઝાળમાં ફસાવ્યા બાદ ગત તા.26 જાન્યુઆરી અપહરમ કરી પોતાના ઘરે લઇ ગયા બાદ રૈયા ગામમાં જ રહેતા વૈભવ પરમારના પરિણીત મિત્રના ઘરે લઇ જઇ બળાત્કાર ગુજાર્યા બાદ બંને બાઇક પર રાતભર માધાપર ચોકડીથી ચોટીલા વચ્ચે આટાફેરા કર્યા બાદ પરત રૈયા આવી ગયા હતા.
પિડીતાના માસીની ફરિયાદ પરથી યુનિર્વસિટી પોલીસે રૈયા ગામના નામચીન વૈભવ પરમાર સામે પોકસો અને બળાત્કાર અંગેનો ગુનો નોંધી પી.આઇ. એ.એસ.ચાવડા અને રાઇટર લખમણભાઇ સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.
જ્યારે મવડી ગુરૂકુળ રોડ પર આવેલી રિધ્ધી સિધ્ધી સોસાયટીની પરિણીતા પર પાડોશી રાજેશ પ્રવિણ જોટાણીયાએ આઠ માસ સુધી અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પરિણીતાને ત્રણ માસનો એક પુત્ર હોવાથી તેને રમાડવા માટે અવાર નવાર ઘરે આવતા રાજેશ જોટાણીયાએ આઠેક માસ પહેલાં શારીરિક અડપલા કર્યા બાદ શરીર સંબંધ બાંધી ખૂન કરવાની ધમકી દીધી હતી. ત્યાર બાદ સમાજમાં બદનામ કરવાની ધમકી દઇ નિવૃત આર્મીમેન રાજેશ જોટાણીયા અવાર નવાર બળાત્કાર ગુજારતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. તાલુકા પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી રાજેશ જોટાણીયા સામે બળાત્કારનો ગુનો નોંધી પી.એસ.આઇ. વી.પી.આહિર સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.