અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

શિયાળામાં માર્કેટમાં ફળો અને શાકભાજીઓનો મેળાવડો જામે છે જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે. આંબળા પણ એક એવું ફળ છે જેનું ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં તેના અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ માટે સેવન કરવામાં આવે છે. આંબળાના અથાણા, મુરબ્બા વગેરે સ્વાદમાં લાજવાબ હોય છે અને સાથે જ તેના દૈનિક સેવનથી આંખો અને ત્વચા ઉપરાંત શરીરના અન્ય અંગોને પણ ઘણો ફાયદો થાય છે. નિષ્ણાંતો ડાયાબિટીસ જેવા રોગોમાં આંબળાના જ્યુસનું સેવન કરવાની સલાહ આપે છે. આંબળા કેલ્શિયમ, ફાઈબર અને વિટામીન-સીથી ભરપૂર હોય છે.

એન્ટી ઓક્સિડેન્ટ્સનો ખજાનો

એન્ટી ઓક્સિડેન્ટ્સ શરીરને ફ્રી રેડિકલ્સના પ્રભાવ સામે લડવામાં મદદ આપે છે. એવું માનવામાં આવે છે કે, એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર આહાર કેટલાક પ્રકારના કેન્સર, હૃદય રોગ, ટાઈપ-2 ડાયાબિટીસ, ઉંમર વધવાના જોખમ ઉપરાંત મસ્તિષ્કની ક્ષતિ સામે રક્ષણ આપે છે. આંબળામાં અનેક પ્રકારના પ્રભાવી એન્ટિ ઓક્સિડેન્ટ્સ હોય છે જેનું સેવન શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી

આંબળાના સેવનથી બ્લડ સુગરનું સ્તર નિયંત્રિત રહે છે. આંબળામાં વિપુલ પ્રમાણમાં ફાઈબર હોય છે જે રક્ત પ્રવાહમાં સુગરનું અવશોષણ ધીમું પાડે છે જેથી બ્લડ સુગર લેવલ વધતું નથી. ટેસ્ટ ટ્યુબ અભ્યાસ પ્રમાણે આંબળાનો અર્ક આલ્ફા-ગ્લુકોસિડેઝ અવરોધક હોય છે. મતલબ કે, તે તમારા નાના આંતરડામાં વિશેષ એન્ઝાઈમ્સને પ્રતિબંધિત કરે છે જેથી રક્ત પ્રવાહમાં સુગરનું સ્તર વધતું નથી.

હૃદય રોગો સામે સુરક્ષા

આંબળા જેવા ફળનું સેવન કરવાથી હૃદય રોગનું જોખમ ઘટે છે. આંબળામાં એન્ટી ઓક્સિડેન્ટ્સ અને પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો હોય છે જે હૃદયનું સ્વાસ્થ્ય વધારે છે. એન્ટી ઓક્સિડેન્ટ્સ રક્તમાં એલડીએલ (બેડ) કોલેસ્ટ્રોલનું ઓક્સીકરણ રોકીને હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.

ઈમ્યુનિટી માટે ફાયદાકારી

આંબળા વિટામીન-સીનો ખૂબ સારો સ્ત્રોત છે. આ વિટામીન પાણીમાં દ્રાવ્ય છે જે એન્ટી ઓક્સિડેન્ટ તરીકેનું કામ કરે છે. એક અભ્યાસ પ્રમાણે આંબળામાં 600-700 મિલીગ્રામ વિટામીન-સી હોય છે. તે ઓક્સિડેટીવ સ્ટ્રેસ સામે કોશિકાઓના રક્ષણ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વધારે છે

ત્યારે હાલમાં આમળાની ભરપૂર આવકો શરૂ થઈ ગઈ છે અને સુરેન્દ્રનગર શહેરમાં પણ માર્કેટ તેમજ બજારમાં તાજા અને તારા આવો જોવા મળી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની જનતા આમળા ની ખરીદી કરી અને શિયાળામાં. શક્તિવર્ધક આમળા ખરીદ કરી રહી છે ત્યારે હાલમાં આમળા નો ભાવ પણ સામાન્ય રીતે સસ્તા બજારમાં વેચાઇ રહ્યા છે એક કિલોનો ભાવ પચાસ રૂપિયા 60 રૂપિયા ભાવે વેચાણ થઈ રહ્યા છે ત્યારે હાલમાં આમળાની ભરપૂર આવક શહેરમાં જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.