ઉત્તર પ્રદેશના વિસ્તારમાં એક એટીએમમાં મોટો ગોટાળો સામે આવ્યો છે. પંજાબ નેશનલ બેંકના આ એટીએમમાંથી ૧૦૦ રુપિયાના નોટ કાઢવા પર ૫૦૦ અને ૨૦૦ની નોટ કાઢવા પણ રુપિયા ૨૦૦૦ની નોટો નીકળી હતી. આ સમાચા વાયુવેગે પ્રસરતા લોકોની લાઇનો લાગી ગઇ હતી. બ્રાન્ચના બેંક મેનેજરને આ જાણકારી મળતાં જ અફડા તફડી મચી ગઇ હતી. ખબર પડતાં જ તેમણે ત્યાં જઇને એટીએમ બંધ કરી દીધુ હતું.
હકિકત તેમણે જણાવી હતી કે તેમની શરુઆત તપાસમાં સામે આવ્યું હતું કે એટીએમની કેસેટમાં ગડબડ થઇ છે જેમાં ૧૦૦ને બદલે ૫૦૦ અને ૫૦૦ના બદલે ૨૦૦૦ની નોટો પડી રહી છે. એટીએમમાં પૈસા નાખનારાની ભૂલને કારણે આવુ થયું છે. હાલ તો એટીએમમાંથ્ી કેટલા પૈસા ઉપાડ્યા તેની તપાસ શરુ કરી દેવાઇ છે.