પ્રથમ ત્રણ સમિટમાં તો ક્ધટ્રી પાર્ટનર પણ ન્હોતા મળ્યા, અત્યારે વિશ્વ આખું ઇવેન્ટના ઓછાયામાં
ગુજરાતમાં યોજાઇ રહેલ વાઇબ્રન્ટ સમિટ પાછળ સરકારનો સંઘર્ષ છે. અગાઉ આ ઇવેન્ટ ફિક્કી રહેતી હતી. પણ સરકારે હાર ન માની વધુમાં વધુ મહેનત કરી ઇવેન્ટને વિશ્વ ફલક ઉપર ચમકાવી છે. પ્રથમ ત્રણ સમિટ 2003, 2005 અને 2007માં કોઇ ક્ધટ્રી પાર્ટનર તરીકે જોડાયા ન હતા પરંતુ 2009માં યોજાયેલી સમિટમાં પ્રથમવાર કોઇ દેશને ક્ધટ્રી પાર્ટનર બનાવવામાં આવ્યો હતો. આજે 2024ની 10મી સમિટમાં ક્ધટ્રી પાર્ટનર દેશોની સંખ્યા વધીને 36 થવા જાય છે. રાજ્યની પહેલી ત્રણ સમિટમાં કોઇ ક્ધટ્રી પાર્ટનર ન હતા, 2009 પછી વિશ્વના દેશોને પાર્ટનર બનાવવાનું શરૂ કરાયું છે.
ગુજરાતમાં છેલ્લે 2019માં વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું ત્યારે 15 દેશો ક્ધટ્રી પાર્ટનર તરીકે જોડાયા હતા. તે પૂર્વે 2017ની સમિટમાં 12, 2015માં 8, 2013 અને 2011માં બે કેનેડા અને જાપાન ક્ધટ્રી પાર્ટનર હતા. છેલ્લી ચાર સમિટમાં કેનેડા સતત પાર્ટનર બનતું આવ્યું છે પરંતુ રાજદ્વારી સબંધો વણસી જતાં આ વખતે કેનેડાની બાદબાકી થઇ છે.
રાજ્યમાં 2009માં માત્ર એક જાપાન દેશ ક્ધટ્રી પાર્ટનર તરીકે જોડાયેલો હતો, જ્યારે 2007 અને 2005માં બે-બે સ્ટેટેજીક ઓર્ગેનાઇઝેશને ભાગ લીધો હતો. 2003માં નરેન્દ્ર મોદીએ જ્યારે વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કર્યો ત્યારે 125 ફોરેન ડેલિગેશન અને 200 એનઆરઆઇએ ભાગ લીધો હતો.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ ગુજરાત સરકારની સૌથી મોટી ઈવેન્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પ્રથમ વખત વાઈબ્રન્ટ સમિટનું આયોજન કર્યું હતું. વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું સંગઠન હવે એટલું મોટું થઈ ગયું છે કે સરકાર છ મહિના અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે. કચ્છમાં ભૂકંપ અને રાજ્યના અન્ય ભાગોમાં કુદરતી આફતો વચ્ચે ગોધરાના રમખાણો થયા હતા. આ બધા વચ્ચે, જ્યારે તે સમયના તાત્કાલિન મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ રોકાણ સમિટનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું, ત્યારે તેઓ સારા નામની શોધમાં હતા. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રોકાણ આકર્ષવા માટે સમિટનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો. એક દિવસ તેમણે એક ફાઇલના કવર પર ગુજરાત પ્રવાસન નિગમનો રંગબેરંગી લોગો જોયો. તે થોડીવાર આ લોકોને જોતા રહ્યા. આ પછી તેમણે કહ્યું કે આ લોગોમાં સમિટનું નામ છે. તેમણે કહ્યું કે આપણે રાજ્ય સરકારની ઇન્વેસ્ટમેન્ટ સમિટની પહેલને વાઇબ્રન્ટ ગુજરાત નામ આપવું જોઇએ. તે સમયે કેટલાક લોકોએ કહ્યું હતું કે મુખ્ય શબ્દ રોકાણ છોડી દેવામાં આવ્યો છે, તો નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ વાક્ય આત્મવિશ્વાસ જગાડે છે. બાદમાં વાઈબ્રન્ટ ગુજરાતે વિકાસનું મોડલ સ્થાપ્યું હતું.