અબતક, નવીદિલ્હી
કેન્દ્ર સરકાર ભારત દેશને ઉચ્ચ શિખર સુધી પહોંચાડવા માટે સતત કાર્યરત થઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા ભારતને ડિજિટલી સમૃદ્ધ બનાવવા અનેક પ્રયત્નોની સાથે નવીનતમ યોજનાઓને પણ અમલી બનાવવામાં આવી રહી છે. ત્યારે આ મુદ્દે ઘણા ખરા પ્રશ્નો પણ ઉદભવી થઈ રહ્યા છે એટલું જ નહીં ડીએનએ માટે પણ જે રીતે સુચારુ વ્યવસ્થા હોવી જોઈએ તે ન જોવા મળતા સરકાર દ્વારા આ અંગે નો ઉપાય લાવવા માટે સતત પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે એ વાત સ્પષ્ટ છે કે હવે લોકોના ડેટા અને ડીએનએ માટે યોગ્ય નીતિ ઘડી લેવી પડશે.
હાલ શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ સત્ર દરમિયાન બે બિલ રજૂ કરવામાં આવશે જેમાં એક તો ડેટા પ્રોટેકશન બિલ અને ડીએનએ બીલનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકાર ભારત દેશના લોકોના ડેટા ને લઈ ખૂબ જ ચિંતિત છે જેના માટે ભારતમાં જ ખુદ કી દુકાન એટલે કે ડેટા પ્રોટેક્શન સેન્ટર ઉભા કરવા માટે પ્રયત્નો કરી રહ્યું છે હાલના તબક્કે લોકોના દરેક ડેટા વિદેશમાં સ્ટોર થઇ રહ્યા છે જેથી સુરક્ષાને લઇ ઘણા ખરા પ્રશ્નો પણ ઉદભવી થયા છે જો ભારત ખુદ કી દુકાન જ ઊભી કરે તો લોકોના ડેટા સરળતાથી સંગ્રહીત થઈ શકશે અને તેની સુરક્ષા પણ રાખવામાં આવશે.
શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં ડેટા પ્રોટેકશન બિલ અને ડીએનએ બિલ રજૂ કરવામાં આવશે
સામે અનેક ગુનામાં પોલીસને ડી.એન.એ ની તપાસ ખૂબ જ કારગત નીવડતી હોય છે પરંતુ લોકો ના નખરા ની સામે જે રીતે ઝડપી કેસનો ઉકેલ નવો જોઈએ તે થઈ શકતો નથી ત્યારે ડીએનએ બિલમાં એ વાતની પણ જોગવાઈ કરવામાં આવી છે કે આ પ્રકારના ક્રિમિનલ કેસમાં જો કોઈ વ્યક્તિ પોતાનું ડી.એન.એ આપવાનો નકારો કરે તો કોર્ટ પાસેથી સ્પેશિયલ ઓર્ડર લઇ લોકો પાસેથી તેમનું ડી.એન.એ લઇ શકાશે જેથી ઝડપી કેસનો ઉકેલ આવી શકે.
હાલ ભારત દેશ વિકાસશીલ દેશ છે ત્યારે ટેકનોલોજીથી પણ અનેક અંશે જ જોવા મળી રહ્યું છે ત્યારે આ બંને ક્ષેત્રે એટલે કે ડેટા અને ડીએનએમાં સરકાર દ્વારા યોગ્ય નીતિ ઘડવી એટલી જ જરૂરી છે. એટલું જ નહીં ડીએનએ બિલમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરકાર ડીએનએ લેતી લેબોરેટરી ઉપર પણ નિયંત્રણ રાખશે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ નહીં ચલાવી શકે એટલું જ નહીં સામે લોકોના ખાનગી નેતાની પ્રાઇવસી જળવાય રહે તે દિશામાં પણ સરકાર સતત કાર્યરત રહેશે. આ તબક્કે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે આવનારા સમયમાં ભારત દરેક ક્ષેત્રે યોગ્ય નીતિ ઘડી દેશને ઉચ્ચ શિખર સુધી અસર કરશે. જે લોકોના ડેટા સુરક્ષા અંગે જે પ્રશ્નો ઉદભવી થતા હતા તેના ઉપર પણ નિયંત્રણ લાદવામાં આવશે.