સુશાંત સિંહ રાજપૂત એ આજે તેના બાંદ્રામાં આવેલ ફ્લેટમાં ફાંસી આપીને આત્મહત્યા કરી હતી. ચાર દિવસ પેહલા જ તેની પૂર્વ મેનેજર દિશા સાલિયા એ બિલ્ડીંગ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. પ્રતિભાશાળી એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત થી આખું બૉલીવુડ જગત શોકમાં છે.
સુશાંત સિંહ રાજપૂતની કારકિર્દી
સુશાંત સિંહ રાજપૂતે એકતા કપૂર દ્વારા નિર્માતા ઝી ટીવી પરના ટીવી શો પવિત્ર રિશ્તા સાથે ખ્યાતિ મેળવવી હતી. તેની ભૂમિકાથી લોકપ્રિયતા પ્રાપ્ત કર્યા પછી, તેણે અભિષેક કપૂર દ્વારા દિગ્દર્શિત ‘કાઈ પો છે’ ફિલ્મ સાથે શરૂઆત કરી હતી, જે ચેતન ભગતની થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઇફની બુક થી પ્રેરિત ફિલ્મ છે.
ત્યારબાદ તેણે યશ રાજ ફિલ્મ્સના શુદ્ધ દેશી રોમાંસ અને આમિર ખાન-રાજકુમાર હિરાણી બ્લોકબસ્ટર ફિલ્મ પી.કે. માં અભિનય આપ્યો હતો.ત્યારબાદ સુશાંતે તેના આઇકોનિક ડિટેક્ટીવ બ્યોમકેશ બક્ષીનું પાત્ર ભજવીને વખાણ મેળવ્યા. જો કે, તેની કારકિર્દીની સૌથી મોટી સફળ એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મ હતી જેમાં તેને ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની ભૂમિકા નિભાવી હતી.
ત્યારબાદ કેદારનાથમાં સારા અલી ખાન સાથેના પદાર્પણમાં પણ ચમક્યો, દંગલના દિગ્દર્શક નિતેશ તિવારીની 2019 માં છિછોરે ફિલ્મ તેની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક હતી. તે છેલ્લે નેટફ્લિક્સ પર આવેલી ફિલ્મ ડ્રાઇવમાં જોવા મળ્યો હતો જેમાં તેમની સાથે જેકલીન ફર્નાન્ડિઝ અભિનેત્રી તરીકે હતી.
આટલી સરસ કારકીર્દી બાદ સુશાંત એ આત્મહત્યા શા માટે કરી અને 8 જૂનના રોજ તેમની સાથે મેનેજર તરીકે રહી ચુકેલી દિશા સાલીયા એ પણ આત્મહત્યા કરી હતી. જો કે મુંબઇ પોલીસ હાલ અત્યારે તપાસ કરી રહી છે કે સુશાંત ના આપઘાત નું કારણ શું છે.