રહેવાસીઓની દારૂડીયાઓના ત્રાસ, ફુલસ્પીડે નીકળતા બાયકર્સના ત્રાસને હલ કરવા વિસ્તારના માધ્યમ પોલીસ ચોકી આપવા સીસીટીવી લગાવવા રજુઆત
મોરબી રણછોડ નગર માં આવેલ સાંઈબાબા મંદિર ખાતે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો જેમાં મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોને સંબોધન કરતા જણાવ્યુ કે જીવનની સુરક્ષા માટે બાઈક પર હેલ્મેટ અચૂક પહેરો, દિવસે દિવસે વધી રહેલા સાયબર ક્રાઇમ ને ઘટાડવા માટે અજાણી એપ્લિકેશન નો ઉપયોગ ન કરો તેમજ કોઈને પણ ફોન પર તમારા બેંકની વિગતો ના આપો તેમજ જો કોઈ પણ પ્રકારના વ્યાજ વટાવના દૂષણમાં ફસાઈ ગયા હોય તો પોલીસની મદદ લઈ તેમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરો જેમાં પોલીસ તમામ જાતની મદદરૂપ થશે, ટ્રાફિક ના નિયમોનું પાલન કરી ટ્રાફિક સમસ્યાથી દૂર રહો તેમજ જો નાના બાળકો મોબાઈલ નો ઉપયોગ કરી રહ્યા છે તો અચૂક ધ્યાન રાખો કે કઈ પ્રકારની મોબાઇલમાં એક્ટિવિટી કરી રહ્યા છે કઈ પ્રકારની એપ્લિકેશનને વાપરી રહ્યા છે જેથી કરીને બાળકોમાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓ તેમજ મોબાઇલને થતા ગેરલાભો કે બચી શકાય.
આ લોક દરબાર ની અંદર રણછોડ નગર, શાંતિવન સોસાયટી, સુમરા સોસાયટી, વિજયનગર, ભીમરાવનગર, રોહીદાસ પરા, લાઇન્સનાગર સહિતના આજુબાજુના વિસ્તારના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ સમયે જાગૃત નાગરિકો દ્વારા આ વિસ્તારની અંદર ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ દારૂનું દુષણ ને ડામવા એસપીને રજૂઆત કરી હતી તેમજ વીસી પરા વિસ્તાર બહુ મોટો લાંબો હોવાથી વિસ્તારની મધ્યસ્થ છે પોલીસ ચોકી આપવાની પણ માંગ કરી હતી અને વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે સીસીટીવી કેમેરા મુકવા પણ રજૂઆત કરી હતી તદઉપરાંત વિસ્તારમાંથી કુલ સ્પીડ જતા બાયકરને રોકવા માટે પણ પોલીસને જણાવવામાં આવ્યું હતું, તેમજ આ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ રોડ, પાણી, લાઈટ અને ભૂગર્ભ સમસ્યાઓ ની પણ ફરિયાદો કરેલ.
આ લોક દરબારમાં જિલ્લા પોલીસવાડા રાહુલ ત્રિપાઠી સાથે બી ડિવિઝન પી.આઇ.દેકાવડિયા વીસીપરા બીટ જમાદાર વશરામભાઈ આહીર, હિતેશભાઈ મકવાણા તેમજ પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો