વ્યાજંકવાદને નેસ્તનાબુદ કરવા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા લોન મેળાનું આયોજન

19 બેન્કના આધિકારીઓ કંઇ રીતે લોન મળે તે અંગેનું માર્ગદર્શન આપશે

રાજયમાં વ્યાજંકવાદને નેસ્ત નાબુદ કરવા માટે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા શરુ કરેલી ઝુંબેશ અંતર્ગત વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી મોટી સંખ્યામાં વ્યાજના ધંધાર્થીઓ સામે ગુના નોંધવામાં આવ્યા છે. વ્યાજની ચુંગાલમાં ફસાયેલા પિડીતોની આર્થિક જરુરીયાત પુરી કરવા માટે ઠેર ઠેર લોન મેળાનું આયોજન થઇ રહ્યું છે. ત્યારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને જેસીપી સૌરભ તોબલીયાના માગ4 દર્શન હેઠળ આવતીકાલે પોલીસ હેડ કવાર્ટર ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોન મેળામાં જુદી જુદી 19 જેટલી બેન્કના અધિકારીઓ ઉપસ્થિત રહી લોન કંઇ રીતે મળે તે અંગેનું માર્ગ દર્શન આપશે

વ્યાજની ચુંગાલમાં ફસાયેલા પિડીતોને આછો વ્યાજે અને સરળ રીતે લોન મળી રહે તે માટે પોલીસ હેડ કવાર્ટર ખાતે વૃંદાવન પાર્કમાં આવતીકાલે  સવારે 11 વાગે લોન મેળાનું પોલીસની સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રોજેકટ ઓફિસર આરએમસી રાજકોટ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, એસ.બી.આઇ., એક્સિસ બેન્ક, યુકો બેન્ક, કોટક મહેન્દ્રા બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેન્ક, બેન્ક ઓફ બરોડા, એચ.ડી.એફ.સી. બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, ડીસ્ટ્રીક કો.ઓ.બેન્ક, ઇન્ડિયન બેન્કના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

લોન ઇચ્છુકોને બેન્કના અધિકારીઓ દ્વારા લોન અંગે જરુરી માર્ગ દર્શન આપશે આ લોન મેળાને સફળ બનાવવા માટે ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 સજજનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 સુધિરકુમાર દેસાઇ, ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ, ક્રાઇમ બ્રાન્ચ એસીપી બી.બી.બસીયા, પી.આઇ. વાય.બી.જાડેજા, બી.ટી.ગોહિલ અને એલ.એલ.ચાવડા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.