માણસાઈનો જીવતો જાગતો પ્રસંગ, અબોલ જીવને બચાવવા એડી ચોટીની લડત
અબોલ જીવ પોતાની વ્યથા વર્ણવવા અક્ષમ હોય ત્યારે દુનિયામાં હજુ પણ એવા વ્યક્તિઓ છે જે આ અબોલ જીવ માટે અથાગ મહેનત કરે છે. શેરીમાં રખડતા શ્વાન અને તેના ગલુડિયાને લોકો પોતપોતાની રીતે સાચવતા હોય છે ને ખવડાવતા પણ હોય છે. તેવા સમયે અનેક એવા લોકો છે જેને આ પ્રાણીઓ સાથે ગાઢ લાગણીઓ સંબંધ બંધાઈ ગયો હોય છે. પરંતુ તેની વિરુધમાં કેટલાક એવા પણ તત્વો હોય છે જેને આ પ્રાણીઓ મારા શેરીના કુતરા જ લગતા હોય છે અને તેને નુકશાન પહોચાડવા કઈ પણ કરવા તૈયાર થયી જાય છે. સુરતમાં પણ આવી જ એક ઘટના સ્સામે આવી છે જ્યાં શેરીમાં રહેતા ત્રણ ગલુડિયાને ગૌરવ તારાચંદ કાસટે કોઈ અન્ય સ્થળ પર છુપાવી રાખ્યા હતા.
જયારે આ વાતની જન એ ગલુંદીયાનું ધ્યાન રાખતા કાપડિયા દંપતીને થયી ત્યારે તેને અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ કરી પરંતુ અલથાણ પોલીસે ફરિયાદ લેવાની ના પાડી. તેવા સમયે કાપડિયાદંપતીએ આ બાબતે ન્યાય મેળવવા મેનકા ગાંધીને કોલ કર્યો હતો, એ વાત કર્યા બાદ અલથાણ પોલીસે ફરિયાદ નોંધી હતી. અને ગલુડિયાની શોધખોળ શરુ કરી હતી. જેમાં બે ગલુડિયા હેમખેમ મળી આવ્યા હતા અને જેના વિરુધ્ધ્દ ફરિયાદ કરવામાં આવી હતી તે દુકાનદાર યુવક અને યુવતીની પણ અટકાયત કરવામાં આવી હતી. હજુ એક ગલુડિયાની શોધ ચાલુ છે.