હવેના સમયમાં દરેક વ્યક્તિ તે ખૂબ જ હેલ્થનું ધ્યાન રાખતા થઈ ગયા છે. જો કોઈને ત્યાં જમવા ગયા તો થોડો આગ્રહ તે લોકો કરે તો તરત કહેવા માંડે આવું કરવાથી શરીરને આમ થશે હું જાડો થઈ જઈશ. વધુના ખવાય તે બીજાને પણ સલાહ આપે છે. ત્યારે ખોરાકમાં પણ અમુક કાળજી રાખે તો જરૂર આવું કશું નહીં થાય. સાથે જો તમારી દિનચર્યામાં અમુક પ્રવૃતિને શામેલ કરો તો તમારે કોઈ આ હેલ્થ બાબતની ચિંતા નહીં થાય.
ચાલતા રહેવું
સવારે ઉઠી તેમજ દિવસમાં તમને અનુકૂળતા હોય ત્યારે ચાલવા માંડો. દિવસમાં જો આ ટેવ પડશો તો તમારા સેહતને ફાયદા થશે. એક સર્વે પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે જો દિવસમાં તમે આશરે ૬૦ મિનિટ ચાલવાની ટેવ પાડો તો તમારી ૨૦૦ જેટલી કેલેરી બળી જશે. તો દિવસમાં અવશ્ય સમય પ્રમાણે ચાલવાની ટેવ પાડો તો સેહતને થશે લાભ.
તરતા શીખો
ગરમી હોય અને જો કોઈપણને તરવાનું કહે પુલમાં તો કોણ ના પાડે. ત્યારે દરેકે દિવસમાં એકાદી વાર જો અનુકૂળતા હોય તો તરવાનું શીખી જાવ જો આવું થશે તો તમારા વજનમાં થશે આવા અનેક ફેરફાર.જો એક દિવસમાં શક્યતા હોય તો અડધી કલાક તરો તેનાથી શરીરની ૪૦૦ જેટલી કેલેરી બળી જશે. તો અવશ્ય તમારા આસપાસ કે સોસાયટીમાં જો પુલ હોય તો તેવી સંસ્થા સાથે જોડાવ અને તમારા વજનને આ રીતે ઉતારો.
સ્કેટિંગ કરો
નાનાપણમાં દરેક બાળક અવશ્ય સ્કેટિંગ કરતાં હોય છે. તો તેજ પ્રવૃતિ જો સદાય જીવન સાથે જોડી દયો તો તેનાથી તમારું વજન ઉતરશે. મોટા થતાં દરેક વ્યક્તિ તે આ ભૂલી જાય છે. જો દિવસમાં ૧ કલાક સ્કેટ કરો તો તમારા શરીરની ૩૮૦ કેલેરી બાળી નાખશે તેવું એક સર્વે પ્રમાણે જાણવામાં આવ્યું હતું.
તો આ પ્રવૃતિને જીવન સાથે જોડશો તો ક્યારેય આહારમાં રોક નહીં કરવી પડે અને સેહતને પણ થશે આવા લાભ જેનાથી વજન પણ ઉતારી જશે. તો તમે આમાંથી કઈ પ્રવૃતિ કરો છો અને તેનાથી તમને થતાં લાભ કોમેન્ટમાં જણાવજો.