ડો. વિષ્ણુભાઇ પંડયા, ડો. હસુભાઇ યાજ્ઞીક સહિતના સાહિત્યકારો ઉ૫સ્થિત રહી સ્વ. જયંત રેલવાણીની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડશે: આયોજકો ‘અબતક’ની મુલાકાતે
ગુજરાત સિન્ધી સાહિતય અકાદમી ગાંધીનગર અને સિન્ધુ સેવા સમાજ રાજકોટના સંયુકત ઉપક્રમે પ્રખર સાહિત્યકાર સ્વ. જયંતભાઇ રેલવાણી પર આધારીત સાહિત્યીક ગોષ્ઠિ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નામાંકિત સિન્ધી અને ગુજરાતી ભાષાના સાહિત્યકારો અને વિદ્વાનો પદમશ્રી ડો. વિષ્ણુભાઇ પંડયા, ગુજરાતી લોકસાહિત્યના વિદ્વાન ડો. હસુભાઇ યાજ્ઞીક, ગુજરાત સાહિત્ય અકાદમીના મહાપાત્ર ડો. અજયસિંહ ચૌહાણ, પ્રવીણ પ્રકાશનના સં૫ાદક ગોપાલભાઇ પટેલ, મુંબઇના કવિ લક્ષ્મણ દુએ, અમદાવાદના સાહિત્યકારો ડો. જેઠો લાલવાણી ડો. હુંદરાજ બલવાણી, ડો. રોશન ગોલાણી, ડો. રોશન ગોલાણી, રીતુ ભાટીયા, આદિપુરના પ્રખર સાહિત્યકાર લખમી ખીલાણી તેમજ સૌરાષ્ટ્ર કચ્છ તથા ગુજરાતના સિંધી ગુજરાતી સાહિત્યકારો ઉ૫સ્થિત રહી જયંત રેલવાણી ની ઉપલબ્ધિઓ પર પ્ર્રકાશ પાડશે આ કાર્યક્રમ તા. ૧પ-૧૨ ને રવિવારે સવારે ૧૦ થી સાંજે ૬ સુધી સિન્ધી સાહિતી હોલ, શાસ્ત્રીનગર ગુરુસિંધ ગુરુદ્વારા પાછળ, જંકશન રેલવે સ્ટેશન નજીક રાજકોટ ખાતે યોજાશે.
કાર્યક્રમને સફળ બનાવવા વિનોદકુમાર લેખાણી, કુંદનલાલ લોંગણી શ્યામસુંદર ચંદીરામાણી, ભરતભાઇ રેલવાણી, જેઠાનંદ ધરમાણીએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.