રેલવે ટ્રેક હેઠળ સિંહના કપાઈ મરવાનો સિલસિલો યથાવત છતા તંત્રના પેટનું પાણી હલતુ નથી
પીપાવાવ સુરેન્દ્રનગર રેલવે ટ્રેક જાણે સિંહો માટે મોતનું તાબૂત હોય તે રીતે આ રેલવે ટ્રેક ઉપર અવારનવાર સિંહોના મોતનો સિલસિલો શરુ જ રહે છે જ્યારે જ્યારે સિંહોના મોત થાય છે. ત્યારે સફાળું જાગતું વનતંત્ર થોડા દિવસમાં સિંહોની સુરક્ષાનો મામલો વિસરી જાય છે. આજરોજ પીપાવાવ સુરેન્દ્રનગર બ્રોડગેજ રેલવે ટ્રેક પર આવેલ સાવરકુંડલા નજીક ખડકલા પાસેના 52 નંબરના ફાટક પાસે ગુડસ ટ્રેન નીચે પાંચ વર્ષનો સિંહ કપાઈ ગયાની ઘટના બની છે.ગુડઝ ટ્રેનના ડ્રાઈવર દ્વારા ઈમરજન્સી બ્રેક મારવા છતાં સિંહ ટ્રેન નીચે આવી જવાથી મોતને ભેઠેલ છે. આ ઘટના રાત્રે સાડા નવ વાગ્યે બનેલ હોવાનું જાણવા મળેલ છે. આ ઘટનાને પગલે વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યાના પણ અહેવાલો મળી આવેલ છે.
હજી થોડા દિવસ પહેલા જ કોવાયા માઇન્સમાં રાત્રિના સમયે ટ્રંકો માલની હેરાફેરી અને બ્લાસ્ટિંગના મામલે વનવિભાગ દ્વારા માઇન્સમાં જઈને ટ્રકો અટકાવી હતી પરંતુ બાદમાં બધું જ રાબેતા મુજબ કરી દેવામાં આવેલ છે અને એવું તે શું થયું કે બધું જ રાબેતા મુજબ કરી દેવું પડ્યું ? તેમજ વન વિભાગ દ્વારા તાજેતરમાં જ એક કંપનીના ઈશારે 5 સિંહોનું રેસ્ક્યુ કરીને અન્ય સ્થળે શા માટે ખસેડાયા ?આ બધા જ બનાવવામાં વનતંત્ર અને કંપનીઓની મિલીભગત હોઈ તેવું લાગી આવે છે અને તેવા વેધક સવાલો લોકો પૂછી રહ્યા છે ત્યારે હવે તે મુદ્દે વનવિભાગે નક્કર કામગીરી કરવી પડશે તેવું લોકોને અને સિંહ પ્રેમીઓ જણાવી રહ્યા છે.
આ અંગે પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલભાઈ લહેરી જણાવે છે કે ઇલેક્ટ્રિક ટ્રેન બનવાથી ટ્રેનની સ્પીડ ની ગતિ ખૂબ જ વધારે હોય છે અને આ વિસ્તારમાં સિંહોની વસતી પણ સારા પ્રમાણમાં છે તેમ જ રેલ્વે બનાવતી વખતે સિંહોને આવન-જાવન અંગે સિંહોનો કોરિડોર બંધ થઈ ગઈ હોય તેમ જ તાર ફેન્સીંગ પણ વિસ્તારમાં થયેલ હોય જેથી સિંહોને આવવા-જવા માટે બીજો કોઈ વિકલ્પ નથી રહેતો તે ટ્રેક ઉપરથી આવન-જાવન કરે છે આ માટે સિંહોને કોરિડોર વિસ્તારમાં આવન-જાવન માટે બનાવવામાં આવે તેમજ આ માટે ટ્રેકરોની સંખ્યા અને વનવિભાગ દ્વારા રાઉન્ડ મારવાનું વધારવાની માંગ પણ કરવામાં આવી છે.
આ અંગે સિંહ પ્રેમીઓ અને આરટીઆઇ એક્ટિવિસ્ટ એવા આતાભાઈ વાઘે જણાવેલ કે અવારનવાર સિંહો મોતને ભેટે છે ત્યારે વનતંત્ર ઇનફાઇટ નું બહાનું કરી દે છે પરંતુ રેલવેમાં મોતને એરટેલ સિહો સામે વનતંત્ર પોતાની બેદરકારી સ્વીકારે અને વનતંત્ર સિંહોને બચાવવા માં વામણું પુરવાર થયું છે તેમજ આ મામલે વનતંત્રની ઘોર બેદરકારી સામે આવેલ હોવાનું આતાભાઇ એ જણાવેલ છે.