9 દિવસ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને અનુલક્ષીને આયોજન
સોમનાથના ઇતિહાસને ઉજાગર કરતો લાઇટ એન્ડ સાઉન્ડ શો તા. 17-4 થી 28-4 દરમ્યાન અંગ્રેજી ભાષામાં કરવામાં આવશે. તેમજ આ દિવસો દરમ્યાન સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને અનુલક્ષીને અન્ય કાર્યક્રમનું આયોજન હોય, ઉપરોકત દિવસો દરમ્યાન માત્ર રાત્રે 8 થી 8.35 નો એક જ શો કરવામાં આવશે. જે અંગે ભકતોને નોંધ લેવા સોમનાથ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.