Abtak Media Google News
  • ગેમ ઈન્સ્ટોલ કરતી વખતે પણ મંજૂરી જરૂરી
  • પોલીસ કમિશનરે 63 પાનાનુ જાહેરનામું પડ્યું બહારJuq2i60d 02 10

સુરત ન્યુઝ: રાજકોટમાં ટીઆરપી ગેમ ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટના બાદ તંત્ર સજાગ થયુ છે. ગેમ ઝોન શરૂ કરવા બાબતે પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પડાયુ છે. સુરત શહેર પોલીસ કમિશનરે 63 પાનાનું જાહેરનામું બહાર પાડ્યું છે. ગેમ ઝોન શરૂ કરવા હવે માલિકોએ લાયસન્સ ફરીથી લેવું પડશે.

એક્સપર્ટ અભિપ્રાય લેવો ફરજિયાત

જાહેરનામા પ્રમાણે ગેમ ઝોનમા એક્સપર્ટ અભિપ્રાય પણ ફરજિયાત પણે લેવાનો રહેશે. ગેમઝોન માલિકે ફરજિયાત થર્ડ પાર્ટી લાયાબ્લિયી ઇન્સ્યોરન્સ લેવો પડશે. સ્પેશિયલ પોલીસ કમિશનર સેકટર 1 દ્વારા પ્રેસ કોંફરન્સ સંબોધવામાં આવી હતી. જેમાં જાહેરનામા અંતર્ગત ગેમઝોનની તમામ ગેમ નિયમ હેઠળ આવરી લેવાશે. દરેક ગેમ ઇન્સ્ટોલ કરતા પહેલા તેની મંજૂરી સંચાલકોએ લેવી પડશે.Screenshot 2 2

દર 6 મહિને તપાસ જરૂરી

ગેમઝોનમાં આવતા લોકોની સુરક્ષા બાબતે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જો સુરક્ષા બાબતે કોઈ ચૂંક જણાશે તો ગેમઝોન માલિક સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. નિકણૂંક કરવા માટે નિમાયેલા ઈન્પેક્ષ કમિટી દ્વારા દર 6 મહિને તપાસ કરવાની રહેશે. ફાયર સેફટી, BU અથવા સ્ટ્રક્ચર એબીલીટી, હેલ્થ અને ઇલેક્ટ્રિકલ તમામ બાબતોની noc અને મજૂરી લેવી પડશે. પ્રથમ વખત લાયસન્સની વેલીડિટી 3 વર્ષની રહેશે. ત્યારબાદ આ લાઇસન્સ દર બે વર્ષે રીન્યુ કરાવવાનું રહેશે.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.