સોશ્યલ મીડીયા પર વહેતા થયેલા પત્રમાં ધારાસભ્યે પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા કામોનો હિસાબ મંગાયો
તાજેતરમાં જૂનાગઢ ખાતે ધારાસભાની ચૂંટણી દરમિયાન ગોપાલ ઈટાલીયા એ સોશ્યલ મીડીયાના ઉપયોગથી પૂર્વ ધારાસભ્ય પર કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપોની વાતને લઈ પૂર્વ ધારાસભ્ય મશરૂ અને તેમના સમર્થકો એ ડીવીઝન પોલીસ ખાતે ગોપાલ ઈટાલીયાના નામજોગ ફરિયાદ આવેલ જે તે સમયે ખૂબ મોટા હોબાળા બાદ પોલીસે આનાકાની કરતા ૪૯૯ અને ૫૦૦ની કલમ અન્વયે ગુનો નોંધી લેતા મામલો થાળે પડયો હતો આ વાતની જાણકારી ગોપાલ ઈટાલીયાને મળતા તેમણે પૂર્વ ધારાસભ્ય સામે વધુ એક પત્ર વાઈરલ કરતા જૂનાગઢના રાજકારણમાં ચર્ચાનો માહોલ રીતસર જામ્યો હતો.આ અંગે વધુ વિગત અનુસાર તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચાલુ ધારાસભ્ય અને હાલના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ સામે મોટો ભ્રષ્ટાચાર અને બુટલેગરો સાથે સાંઠગાંઠ હોય તેવી વાત સોશ્યલ મીડીયા મારફત વહેતી કરાઈ હતી.
મશ‚એ પોતાના સમર્થકો સાથે તાજેતરમાં એ ડીવીઝન પોલીસ સ્ટેશન પહોચી સ્થાનીક અધિકારીને આ અંગે ગુનો નોંધવાની વાત તેમણે કરી હતી જેમાં પોલીસે જો અને તો વાળી વાત સાથે થોભો અને રાહુ જોવોની નીતિ વાળી વાત ઉચ્ચારતા મહેન્દ્રભાઈએ એ ડીવીઝન પોલીસ સ્ટેશનની નીચે પોતાના સમર્થકો સાથે ધરણામાંબ સી ગયા હતા. આખરે પોલીસ કલમ ૪૯૯-૫૦૦ અન્વયે ગુનો નોંધી લીધો હતો આ વાત ગોપાલ ઈટાલીયાને મળતા તેમણે વધુ એક ચાબખા વાળો પત્ર તાજેતરમાં વાઈરલ કરતા જૂનાગઢના રાજાકરણમાં ગરમાવો જોવા મળ્યો હતો તા.૧૩ના લખાયેલા આ પત્રમાં પૂર્વ ધારાસભ્ય મશરૂના પગાર ન લેવાના મુદા સેવાઓનાં મુદા અને તેમના ધારાસભ્યની કાર્યકાળ દરમિયાન કરેલા કામોનાં હિસાબ આપવા ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતુ આશર આઠ જેટલા મુદા સાથે મુદાસરનો ત્રણ પેઈજનો આ પત્ર હાલ જૂનાગઢ રાજકારણ સહિત સામાન્ય પ્રજાજનમાં પણ વાઈરલ થઈ રહ્યો છે. આ પત્રમાં પણ પોતાની વાત પણ કાયમ રહી ગોપાલ ઈટાલીયાએ સણસણતા સવાલો પૂર્વ ધારાસભ્ય મશ‚ને કર્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,