દીવને એક પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે જ્યાં વર્ષ દરમિયાન અનેક લોકો મુલાકાત લેતા હોય છે ત્યારે આજ રોજ એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે જેમાં દીવના બીચ પર દીપડો જોવા મળ્યો હતો. શું આ દીપડો દીવના દરિયા કિનારે ફરવા આવ્યો હશે ? દિવના નાગવા બીચના દરિયા કિનારે દીપડો દેખાતા પર્યટકોએ પોતાના કેમેરામાં કેદ કાર્યો હતો.
એક અઠવાડિયા પહેલા દીવના દગાસી વણાકબારાના જંગલમાં રાત્રીના સમયે વન કર્મીઓ ડ્યુટી પર હાજર હતાં.તે દરમ્યાન દીપડો જંગલ વિસ્તાર તરફ જોવા મળ્યો. તેથી વન કર્મીએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી દીપડાના પંજા ના નિશાનના આધારે પાંજરા મુકીને જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.
દિવ વન વિભાગે પાંજરા મુકી જંગલ વિસ્તાર માં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. પણ દીપડો પાંજરે પુરાયો ન હતો. ત્યારે ફરીદરિયા કિનારે દેખાતા વન વિભાગ દિપડાને પાંજરે પુરવા કાર્યવાહી હાથ ધરી. લોકોને સાવચેતી રાખવા દિવ વન વિભાગે જણાવ્યું છે.