એક હજાર જેટલા બાળકોએ ભાગ લીધો
બાલભવન દ્વારા યોજાયેલ બાલમહોત્સવમાં બાળકો માટે રમત ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સોમવારના રોજ લીંબુ ચમચી સ્પર્ધા રાખવામાં આવેલ. સ્પોર્ટ ટીચરો તથા બાલભવનના ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ કીરીટભાઇ વ્યાસે સ્પર્ધાનું ઉદધાટન કર્યુ હતું. આ સ્પર્ધામાં ૧૦૦૦ જેટલા બાળકોએ ભાગ લીધેલ. જેમાં ભાઇઓમાં પ્રથમ નંબરે બાદલ એસ. આદિવાસી પ્રકાશ સ્કુલ દ્વિતીય ક્રમે હેત એન. વિસપરા મહાત્મા ગાંધી સ્કુલ ત્રીજા ક્રમે યુવરાજ ડી. મુંઢવા ક્રિષ્ના સ્કુલ ચોથા ક્રમે દેવ કે. મેવડા ગૌતમ વિઘાલય પાંચમા ક્રમે દેવ સી.પાનસુરીયા વિજેતા બનેલ. તથા બહેનોમાં પ્રથમ ક્રમે નીયતિ એન. ચીકાણી વી.જે. મોદી સ્કુલ બીજા ક્રમે કાવ્યા એમ. ભંડેરી, મહાત્મા ગાંધી વિઘાલય તથા ત્રીજા નંબરે ભૂમી એમ. ચનીયારા ગૌતમ સ્કુલ ચતુર્થ ક્રમે હેમાક્ષી એમ. લાઠીગરા ગૌતમ સ્કુલ પંચમક્રમે જીયા વી. બોરડ તપોવન સ્કુલ વિજેતા બનેલ. દરેક વિજેતાને મહેમાનો સાંદિપની સ્કુલના ટ્રસ્ટી ઉર્વેશભાઇ પટેલ તથા સુપ્રિન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસ હસ્તે ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.