ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા સ્થાનિક ચૂંટાયેલી મહિલાઓ અને અન્ય મહિલાઓને મહિલા વિષયક કાયદાઓ અને મહિલા સશક્તિકરણ અંગેની યોજનાઓની જાણકારી મળે તે હેતુ માટેની “કાયદાકીય જાગૃતિ શીબીર” નું આયોજન કરવામાં આવેલ.
આ શિબિરમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયા, સાંસદ પૂનમબેન માડમ, રાષ્ટ્રીય મહિલા આયોગ દિલ્હી ના સભ્ય સુષ્માબેન શાહુ , મીઠાપુર ના બાહોશ પીએસઆઇ સી.બી.જાડેજા, આંગળવાડી ની બહેનો, આશા વર્કરો તેમજ મોટી સંખ્યામાં મહીલાઓ આ કાર્યક્રમ માં ભાગ લીધો હતો.આ શિબિરમાં મહિલાઓ aની જાગૃતી માટે ક્યા ક્યા કાયદાઓ છે તેની જાણકારી આપવામાં આવી હતી.