હજારો યુવાનો રોડ-શોમાં જોડાયા: પુનમબેન તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ, કહો દિલ સે, પુનમબેન ફિર સે ના નાદથી જામનગરના રાજમાર્ગો ગુંજયા
કોંગ્રેસ યુવા પાંખના પ્રમુખ અને બ્રહ્મ સમાજના યુવા મહામંત્રી જસ્મીન ધોળકિયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો
જામનગર લોકસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર પુનમબેન માડમે જામનગર ખાતે વિશાળ રોડ-શો યોજયો હતો જેમાં શહેરનાં રસ્તાઓ પર રીતસર કેસરીયો લહેરાઈ ગયો હતો. હજારો યુવાનો સ્વયંભુ રીતે આ વિશાળ રોડ-શોમાં જોડાયા હતા. પુનમબેન તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ, કહો દિલ સે, પુનમબેન ફિર સે ના ગગનભેદી નારા સાથે જામનગરનાં રાજમાર્ગો ગુંજી ઉઠયા હતા. કોંગ્રેસનાં મતદાનના બે દિવસ પૂર્વે જામનગરમાં મરણતોડ ફટકો પડયો છે. કોંગ્રેસ યુવા પાંખના પ્રમુખ અને બ્રહ્મ સમાજના યુવા મહામંત્રી જસ્મીન ધોળકિયાએ પુનમબેનનાં હસ્તે કેશરીયો ખેસ ધારણ કરી લીધો હતો.
લોકસભાની ચુંટણીનાં મતદાનનાં બે દિવસ પૂર્વે જ જામનગરમાં ભાજપનાં ઉમેદવાર પુનમબેન માડમે વિશાળ રોડ-શો યોજયો હતો. આ રોડ-શોનો પ્રારંભ શહેર ભાજપ કાર્યાલય ખાતેથી થયો હતો. જેમાં હજારોની સંખ્યામાં યુવાનો, મહિલાઓ, વડિલો, કાર્યકર્તાઓ અને ભાજપનાં સમર્થકો સ્વયંભુ જોડાયા હતા. રોડ-શોમાં જાણે પુનમબેનનું વિજય સરઘસ નિકળી હોય તેવો અલહાદક માહોલ જોવા મળી રહ્યો હતો. ઠેર-ઠેર પુનમબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજમાર્ગો પર રીતસર કેસરીયો લહેરાયો હતો.
હકડેઠઠ મેદની એ સાબિત કરી રહી હતી કે, આ વખતે પુનમબેન માડમ માત્ર સૌરાષ્ટ્રમાં નહીં પરંતુ ગુજરાતમાં રેકોર્ડબ્રેક મતોની લીડથી વિજેતા બનશે. લોકસભાની ચુંટણીનાં મતદાન પૂર્વે જ કોંગ્રેસને જોરદાર ફટકો પડયો છે. કોંગ્રેસની યુવા પાંખનાં પ્રમુખ અને બ્રહ્મ સમાજનાં યુવા મહામંત્રી જસ્મીન ધોળકિયાએ રોડ-શો દરમિયાન પુનમબેનનાં હાથે કેસરીયો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ ઉપરાંત જામનગર શહેર હિન્દુ સેનાનાં યુવા પાંખના બે ઉપપ્રમુખ પણ ભાજપમાં જોડાયા હતા.
જામનગર શહેરના હિન્દુ સેનાના યુવા પાંખના બે ઉપપ્રમુખનો ભાજપમાં પ્રવેશ
૪૦ થી વધુ સંખ્યા લઈ ઢોલ-નગારા સાથે જોડાયા
જામનગર શહેરમાં ભાજપના યુવા સંમેલનમાં હિન્દુ સેનાના યુવા પાંખના ઊપપ્રમુખ ધીરેન નંદા અને માધવ પૂંજાણી એ તેમની ૪૦ સૈનિકોની આ ટીમ સાથે ભાજપનો ખેસ પાહેર્યો હતો. જે યુવા સંમેલન દરમિયાન ઢોલ-નગારા સાથે હાજર રહી યુવાનોનો ઉત્સાહ વધારી એક સૈનિક તરીકે ભાજપમાં જોડાયા હતા અને નિષ્ઠાથી ભાજપમાં કામ કરવાની તૈયારી બતાવી હતી.
આ સંમેલનમાં યુવા પાંખના હોદ્દેદારો તેમજ શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા ની ખાસ ઉપસ્થિતિ હતી. હિન્દુ સેના ના બંને યુવા પાંખના ઉપપ્રમુખે સાંસદ પૂનમબેન માડમ ને જંગી બહુમતીથી જીતાડવા તનતોડ મહેનત શરૂ કરી પોતાની ટીમને કામે લગાવી દીધી હતી.આ સંમેલનમાં ભાજપના જવાબદાર અશોક નંદા, લાલજીભાઈ સોલંકી, ધર્મરાજસિંહ, પ્રકાશભાઈ , નટુભાઈ , આશિષ કંટારીયા , યુવા પાંખના દિલીપસિંહ, મનીષ કટારીયા ,યતીન પંડ્યા ,સહિત ના યુવાઓની વિશાળ સંખ્યા સાથે યુવા કારોબારી ટીમ હાજર રહી હતી