Abtak Media Google News
  • નાનપુરા કદમપલ્લી વિસ્તારમાંથી 100 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું 
  • બીટુ કુમાર સુબોધ પાંડે અને પ્રશાંત જયરામ પ્રજાપતિની અઠવા પોલીસે કરી ધરપકડ 

સુરત ન્યૂઝ : સુરતમાં ફરી એકવખત મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે .અઠવા પોલીસે નાનપુરા કદમપલ્લી વિસ્તારમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે . 100 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બીટુ કુમાર સુબોધ પાંડે અને પ્રશાંત જયરામ પ્રજાપતિની પોલીસે  ધરપકડ કરી છે . આ બંને શખ્સોને પાંડેસરા વડોદના જીતેશ ઉર્ફે પંડિત જીતેન્દ્ર મિશ્રાએ ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. આ 100 ગ્રામ એમડી ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા 10, 61, 000 થાય છે. હાલ પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે. 

ભાવેશ ઉપાધ્યાય 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.