કલ્યાણીબેન તથા તેમની ટીમે બેઠા ગરબાનું ગાયન કરી વાતાવરણ ભકિતમય બનાવ્યું

રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે બેઠા ગરબા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં કલ્યાણીબેન તથા તેમની ટીમ દ્વારા બેઠા બેઠા ગરબાનું ગાયન કરી વાતાવરણ ભકિતમય બનાવી દીધું હતું. આ કાર્યક્રમને માણવા મોટી સંખ્યામાં શ્રોતાગત આવ્યો હતો. સાથે સાથે ઘણા મહાનુભાવો પણ ઉ૫સ્થિત રહ્યા હતા. કલ્યાણી બેન અને તેની ટીમે આ વખતે સતત બીજીવાર બેઠા ગરબાનું સુંદર આયોજન કર્યું હતું.

સતત બીજા વર્ષે બેઠા ગરબા કાર્યક્રમને ખુબ પ્રતિસાદ મળ્યો: ડો. વિભાકર વચ્છરાજાની

vlcsnap 2019 09 23 12h52m24s219

ડો. વિભાકર વચ્છરાજાની એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા પત્ની કલ્યાણીબેન અને મારી પુત્રી ઘ્વનીને ગરબા ગાવાનો શોખ છે. મારી પત્ની નાનપણથી જ સ્કુલમાં હતી ત્યારથી જ ગરબા અને ગરબા સ્પર્ધામાં જતી હતી. એમને મન થયું કે આવી એક પ્રવૃતિ કરીએ તો છેલ્લા બે વર્ષથી આ બેઠા ગરબાનું આયોજન કરે છે. પહેલા આરાધના મંડળ સાથે રહીને કામ કર્યુ હતું. હવે પોતાનું ગ્રુપ શરુ કરેલ છે. આ કાર્યક્રમમાં ગ્રુપની બધી મહીલાઓ દ્વારા ગાયન કરવામાં આવશે. એક વર્ષ પહેલા અંજલીબેન મળ્યા ત્યારે તેણે પ્રોત્સાહન આપ્યું કે સરકાર આપણી સાથે છે આપણે આવો એક ટ્રેડીશ્નલ કાર્યક્રમ કરીશું તો સરકાર ચોકકસ મદદ કરશે. આ વર્ષે નવરાત્રી પહેલા જ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. તથા પુરા ગ્રુપે તનતોડ મહેનત કરી હતી. રાજકોટમાં જયારે અમે બેઠા ગરબાના કાર્યક્રમની જાહેરાત કરી ત્યારે લોકોના ખુબ જ ફોન આવવા લાગ્યા તથા ટીકીટ માટે પુછવામાં આવ્યું  માટે અમને આ બીજા વર્ષે પણ ખુબ સારુ પ્રોત્સાહન મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.