કેશોદના ભારત મીલના ગ્રાઉન્ડમાં આજે સવારથી જ સદભાવના ટ્રસ્ટ તથા જુનાગઢ ગાયત્રી વિદ્યાપીઠ આયોજીત ૧૦૮ કુંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. તેમાં તમામ હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ૧૦૮ કુંડી યજ્ઞમાં બેસનાર દરેક યજમાનને આપણી પ્રાચીન વૈદિક પરંપરા મુજબના વિધિવિધાન અને મંત્રોચ્ચારથી ભુદેવોએ વિધીવિધાન કરાવતા વાતાવરણ ભકિતમય બની ગયું હતું.

આ પ્રસંગે જુનાગઢ થઈ ખાસ પધારેલ ગાયત્રી વિદ્યાપીઠના નાગભાઈ વાળાએ જણાવ્યું હતું કે, મંત્રમાં અનેકગણી શકિત છે તેના સ્મરણ માત્ર કરવાથી આપણા અનેક રોગો નષ્ટ થઈ જાય છે. કેશોદમાં ચાલીસ વર્ષ પહેલા આવું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજે ચાલીસ વર્ષ બાદ આવુ ભવ્ય ૧૦૮ કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આવુ સરસ આયોજન કરનારા સદભાવના ટ્રસ્ટ તથા જુનાગઢ ગાયત્રી વિદ્યાપીઠના સંચાલકો તથા તેમના કાર્યકરોની પીઠ લોકોએ થાબડી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.