- આત્મીય યુનિવર્સિટી ખાતેથી પ્રસ્થાન કરીને વિવિધ રૂટ પર પસાર થઈ એન.સી.સી. ગ્રુપ હેડ ક્વાર્ટરથી એવીપીટી કોલેજ કેમ્પસ યાજ્ઞિક રોડ ખાતે પૂર્ણ
આજે કારગીલ વિજય દિવસ નિમિત્તે એન.સી.સી. દ્વારા મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલું છે. આ બાઈક રેલી સવારે 9:00 કલાકે આત્મીય યુનિવર્સિટી, કાલાવડ રોડ ખાતેથી પ્રસ્થાન કરીને વિવિધ રૂટ પર પસાર થઈ આ રેલી એન.સી.સી. ગ્રુપ હેડ ક્વાટર, એવીપીટી કોલેજ કેમ્પસ, યાજ્ઞિક રોડ ખાતે સવારે 10:15 કલાકે પૂર્ણ થઈ હતી. કારગીલ વિજય દિવસ અંતર્ગત આયોજિત મોટરસાયકલ રેલીમાં એનસીસીના કેડેટ્સ મોટી સંખ્યામાં જોડાયા હતાં.
ભાઇઓ તથા બહેનોએ રેલીમાં લીધો ભાગ: લેફટનન્ટ ધર્મિષ્ઠા
‘અબતક’ સાથેની વાતચીતમાં એન.સી.સી. લેફટનેસ ધર્મિષ્ઠાએ જણાવ્યું હતું કે, કારગીલ વિજય દિવસને રપ વર્ષ પૂર્ણ થતાં શહિદોની યાદમાં આત્મીય યુનિ. અને ભાલોડીયા કોલેજના સંયુકત પ્રયાસથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ભાઇઓ તથા બહેનોની એમ અલગ અલગ બે રેલી યોજવામાં આવી છે.
કારગીલ વિજય દિવસ નિમિતે એનસીસી કેડેટસમાં અનોખો ઉત્સાહ: કે.લોગાનાયન
‘અબતક’ સાથેની વાતચીતમાં કે લોગાનાથને જણાવ્યું હતું કે, કારગીલ વિજય દિવસ ઉજવણીના ભાગ રુપે વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ભાવભેર કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં બ્લડ ડોનેશન કેમ્પ, પેઇન્ટીંગ ડોકયમેટરી સહીતના વિવિધ કાર્યક્રમોમાં કેડટર્સ ભાગ લીધો હતો. આ ઉપરાંત સૌ કોઇ બાઇક રેલીમાં જોડાઇને શહીદોને શ્રઘ્ધા સુમન પાઠવી હતી.