સાંજ સુધીમાં ૫૦૦૦ બોટલ રકત એકત્ર થવાનો અંદાજ: શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, સાંસદ રમેશભાઈ ધડુક, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, ધારાસભ્ય ગીતાબા જાડેજા, જયરાજસિંહ જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
ધારાસભ્ય ગીતાબા તથાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ના સુપુત્ર યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઇ)નાં જન્મ દિવસ નિમિત્તે યુવા ભાજપ દ્વારા નવા માર્કેટ યાર્ડ ખાતે મહા રકતદાન કેમ્પ નું આયોજન કરાયું હતું. જેમાં સવાર થીજ બહોળી સંખ્યામાં રકતદાતાઓ ઉમટી પડયા હતા. ધારાસભ્ય નાં પુત્ર ગણેશભાઇ આજે સવારે પોતાનાં ઘરે માતા ગીતાબા તથાં પિતા જયરાજસિંહ ને પગે લાગી બાદ માં ગોંડલ નાં પ્રસિધ્ધ આશાપુરા માતા નાં મંદિરે દર્શન કરી નવા માર્કેટ યાર્ડ ખાતે પંહોચ્યા હતાં. શહેર યુવા ભાજપ નાં પ્રમુખ સમીર કોટડીયા તાલુકા યુવા ભાજપ પ્રમુખ યોગેશ કિયાડા તથાં યુવા ભાજપની ટીમ દ્વારા રકતદાન કેમ્પ માટે અલાયદી વ્યવસ્થા કરાઇ હતી. સવારથી સાંજ સુધી ચાલનારા આ કેમ્પમાં અંદાજે ૫૦૦૦ બોટલ રકત એકત્ર થવાનો અંદાજ છે.
મહા રકતદાન કેમ્પમાં શિક્શણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,જયેશભાઈ રાદડીયા,સાંસદ રમેશભાઈ ધડુક,જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા,ધારાસભ્ય ગીતાબા જાડેજા,જયરાજસિંહ જાડેજા સહીતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સવાર થી જ શહેર તથા ગામડાંનાં રકત દાતાઓ ઉમટ્યા હતા અને હોંશ ભેર રકતદાન કર્યુ હતુ.
દરેક યુવાનોએ સેવાકાર્યો થકી જન્મદિવસ ઉજવવો જોઈએ: જયોતિરાદિત્યસિંહ જાડેજા
‘અબતક’ સાથેની વાતચીતમાં જયોતિરાદિત્યસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે મારા જન્મદિવસે કોઈપણ જાતનો ખોટો દેખાડો કર્યા વગર અને કોરોનાના તમામ સાવચેતીના પગલા સાથે મહારકતદાન કેમ્પનું આયોજન કર્યું છે. આજે કોરોના મહામારી વચ્ચે થેલેસેમિયાપીડિત બાળકો અને કેન્સરગ્રસ્ત લોકોને રકતની જે તાતી જરૂરીયાત ઉભી થઈ છે તેને પહોંચી વળવા અને દર્દીઓની વેદના જોઈને મારા જન્મદિવસે રકતદાન કેમ્પ યોજવાનું આયોજન કર્યું. વધુમાં કહ્યું હતું કે, દરેક યુવાનોએ આ રીતનો અભિગમ દાખવી પોતાના જન્મદિવસની લોકઉપયોગી બને તેવા સેવાકાર્યો થકી ઉજવણી કરવી જોઈએ