- નાડા ગામમાં ખેતરમાંથી 21 લીલા છોડ અને 2 કિલો સૂકો ગાંજો મળ્યો
- SOG પોલીસે ખેતરમાંથી 26 હજારનો મુદ્દામાલ કર્યો જપ્ત
- આરોપી મંગળસિંહ પટેલ વિરુદ્ધ શહેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે
દિવસેને દિવસે ગાંજાનો, દારૂનો અને બિયરનો જથ્થો અલગ અલગ જગ્યાએથી ઝડપાતો હોવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે ફરી એકવાર પંચમહાલ જિલ્લાના નાડા ગામમાં SOG પોલીસે મોટી કાર્યવાહી કરી છે. SOG પોલીસને બાતમી મળતા લુહાર ફળિયામાં રહેતા યુવક પોતાના ખેતરમાં ગાંજાની ખેતી કરે છે અને ઘરમાં સૂકો ગાંજો રાખીને તેનું વેચાણ કરે છે. SOG પીઆઈની આગેવાનીમાં પોલીસ ટીમે દરોડા પાડયા હતા.
પંચમહાલના શહેરા તાલુકાના નાડા ગામે લુહાર ફળિયામાં SOG પોલીસ દ્વારા એક ખેડૂતના ખેતરમાં રેડ કરવામા આવી હતી. તેમજ પોલીસે ખેતરમાંથી 21 જેટલા લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા હતા. આ દરમિયાન પોલીસે ખેતરમાંથી 26,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ SOG પોલીસે આરોપીની સામે ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અનુસાર માહિતી મુજબ, પંચમહાલના શહેરા તાલુકાના નાડા ગામે લુહાર ફળિયામાં રહેતા ખેડૂત પોતાના ભોગવટા ખેતરમાં ગાંજાના છોડ ઉગાડયા હોવાની બાતમી જીલ્લા SOG પોલીસની ટીમને મળી હતી. તેમજ આ ખેડૂત પોતાના ઘરમાં સુકો ગાંજો રાખીને તેનું વેચાણ પણ કરતા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
પંચમહાલ SOGની ટીમના PI સહિતની પોલીસની ટીમે દરોડા પાડતા મંગળસિંહ પટેલના ખેતરમાં લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, તેમજ ઘરમાં તપાસ કરતા સુકા ગાંજાનો જથ્થો પણ મળી આવ્યો હતો. આ ઉપરાંત SOG પોલીસે NDPDS એકટ હેઠળ ગુન્હો નોંધી આરોપી મંગળસિંહ પટેલની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસની ટીમે કબજાના ખેતરમાંથી લીલા ગાંજાના છોડ 21 નંગ જેનું વજન 640 ગ્રામ તથા ખેતરમાં બનાવેલ ઘરમાંથી સૂકો ગાંજો જેનું વજન 1.970 કિલોગ્રામ મળી ગાંજા સહિતનો કુલ કિમત 26,000 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી મંગળસિંહ પટેલ વિરુદ્ધ શહેરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો હતો.