ચાઈનીઝ લોકોની હવસ વિશ્વના ઘણા દેશોને નોંધારા કરી દેશે

માણેક ઉધોગની સૌથી ગમખ્વાર દુર્ઘટના બની

ચીન પોતાની ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિશ્વભરમાં પોતાનો દબદબો બનાવવા માટેની તનતોડ મહેનત કરી રહ્યું છે. ચીન પોતાની પ્રોડકટ બીજા દેશોમાં વેંચવા માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે. સાથે-સાથે ચીન પોતાના વર્ચસ્વ પણ બીજા દેશો માથે જમાવવા માટે ગાંડુ બન્યું છે ત્યારે ચીન પોતાની પ્રોડકટ બનાવવા માટે બીજા દેશોને પણ ઉપયોગ કરતું આવ્યું છે. ચીન જે દેશોની વહારે ચડે છે તે દેશોની હાલત બગાડી નાખે છે. ચીન કોઈ દેશને આર્થિક કે સૈન્યના રૂપમાં કે કોઈપણ રીતે મદદ કરે તો તે દેશની સ્થિતિ સુધરવાને બદલે બગડતી જોવા મળે છે.

ચીન દ્વારા નેપાળ, પાકિસ્તાન, ઈન્ડોનેશીયા, મ્યાનમાર જેવા દેશોને પોતાના લાભ માટે મદદ કરે છે ત્યારે તાજેતરમાં જ નેપાળ સરકાર ચાઈનાને રવાડે ચડતા નેપાળની સરકાર ઉથલી ગઈ હતી. પાકિસ્તાનને આર્થિક મદદ કરે છે પરંતુ ત્યાં પણ તે પોતાનો લાભ જોવે છે. તેવી જ રીતે મ્યાનમારને પણ આર્થિક મદદ કરે છે. મ્યાનમારમાંથી નીકળતા પથ્થરો ચાઈના ઈમીટેશન જવેલરીમાં જડાણ માટે ઉપયોગ કરે છે. મ્યાનમારમાં આવેલી આ ખાણોમાં ચાઈના પોતાની પ્રોડકટ વધુ પ્રમાણમાં બનાવવા માટે રો-મટીરીયલ મંગાવતી હોય છે ત્યારે મ્યાનમારમાં આવેલી જડાવ પથથરની ખાણોમાં ભુસ્ખલન થતા ૧૬૦ જેટલા કામ કરતા મજુરો મૃત્યુ પામ્યા હતા.

મ્યાનમારમાં નીલા જડાવ દાગીનામાં વાપરવામાં આવતા પથ્થરની ખાણમાં ભેખડધસી પડવાની દુર્ઘટનામાં ૧૬૦નાં મોત થયા છે. ઉતર મ્યાનમારમાં ચાલતી દાગીના અને આભુષણોમાં વાપરવામાં આવતા નીલા પથ્થરની ખાણમાં ભેખડ ઘસી પડવાની દુર્ઘટનામાં ૧૦૦થી વધુ કામદારો કાદવ અને ધુળમાં ઘસી ગયેલા પહાડ જેવી ભેખડ ઘસી પડવાની દુર્ઘટનામાં ખાણમાં જ જીવતા દફન થઈ ગયા હતા. ગુરુવારે સર્જાયેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધીની માણેક ઉધોગની સૌથી ગમખ્વાર દુર્ઘટના બની હતી. મ્યાનમાર અગ્નિસુમન સેવાદળ દ્વારા ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં ૧૬૦ જેટલા કુલ માનવ મૃતદેહો મળી આવ્યા હોવાનું સ્પષ્ટ થાય છે.

ભારે વરસાદને કારણે બચાવ રાહત કામગીરી તાત્કાલિક ધોરણે અટકાવી દેવાની ફરજ પડી હોવાનું સ્થાનિક તપાસનીસ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. મ્યાનમારના ઉતર પ્રાંતમાં નીલા પથ્થરની ખાણો આવેલી છે. આ પથ્થરોના જડાવ આભુષણોમાં માણેકની જેમ ઉપયોગ કરવામાં આવે છે અને તેની વિશ્વભરની જવેરાત ઉધોગમાં ભારે ડિમાન્ડ છે. આ દુર્ઘટનામાં મ્યાનમારના કાચીન રાજયનાં હયાકાંત વિસ્તારમાં ભારે વરસાદને કારણે કાદવનપુર સર્જાયું હતું અને ખાણ ઘસી પડી હતી. મળતી વિગતો પ્રમાણે ૧૬૦ લોકોના મૃત્યુ થયા છે અને ૫૪ લોકો ઘવાયા છે. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ લોકલ પોલીસ દ્વારા વરસાદના સમયે ખાણોમાં કામ ન કરવા સુચના આપવામાં આવી છે.

મ્યાનમાર એ વિશ્વમાં જવેલરી માટે વપરાતા પથ્થરોની સૌથી વધુ ખાણો ધરાવે છે. ઓંગ સન સુકીએ આ ઘટનાને સરકાર માટે જાગવાની ઘટના બનાવી છે. ૨૦૧૪માં આ પથ્થર ઉધોગથી ૩૧ બિલીયન ડોલરની આવક કરી હતી. મ્યાનમારમાં બનેલી આ ઘટના સૌથી ગમખ્વાર ઘટના બની છે. હાલ ખાણ સાથે જોડાયેલા મજુરોમાં વરસાદની સીઝનમાં કામ કરવું કપરું અને ખતરારૂપ બની ચુકયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.