ઘ્રોલના રાજપર ગામે વિજડી પડતા એક મંજુર નું મોત.ઘ્રોલ તાલુકાના રાજપર ગામે વિજડી પડતા મંજુર મોત થયું છે. સરકારી હોસ્પીટલ ખાતે ખસેડી વઘુ તપાસ હાથ ઘરી છે.નિલેષભાઈ ઉ. 30નો વ્યકિતનું મૂત્યું થયું છે.
જસદણ અને આટકોટમાં વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. તેમજ યાત્રાધામ વીરપુરમાં પણ ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. સારા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. આટકોટમાં વિજળીના કડાકા ભડાકા સાથે ઘોઘમાર વરસાદ પડ્યો હતો. અડધી કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો.
આખો દિવસ ઉકળાટ બાદ ચાર વાગ્યે અચાનક કાળાં ડિબાંગ વાદળો સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને અડધી કલાકમાં એક ઈચ વરસાદ ખાબક્યો હતો. રસ્તા પર જાણે નદી વહેતી થઇ ગઇ હતી. વાવણી પછી સારો વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.
નડાળા ગામમાં ખેતરમાં કામ કરી રહેલા દિનેશભાઈ નાનજીભાઈ સોંલકી પર વીજળી પડતાં મોત થયું હતું. જેમને એક પુત્ર અને એક પુત્રી છે. ઘટનાસ્થળે 108ના સ્ટાફ પાઇલોટ બીપીન ભાઈ ભટ્ટ ડોક્ટર સુધીરભાઈ પરવાડીયા પહોંચી ગયા હતા અને દવાખાને ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.