મોટી ક્રેન અચાનક તૂટતા બે મજુરો ઈજાગ્રસ્ત થયા
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગ રૂપે મુંબઈ અમદાવાદ વચ્ચે ચાલી રહેલા કામમાં ગુરુવારે સવારે એક મોટી ક્રેન તૂટતા એક મજુરનું દબાઈ જવાથી મોત નીપજ્યું હતું. આ દુર્ઘટના કરજણ તાલુકાની છે. આ ઉપરાંત અન્ય બે મજુરોને સામાન્ય ઈજાઓ પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કંબોલા ગામના ખેતરમાંથી બુલેટ ટ્રેન પસાર થાવની હોય ત્યાં કંપની દ્વારા એક બ્રીજ ઉપર મોટી ક્રેન ગોઠવવામાં આવી હતી અને કામ શરુ કરાયું હતું. અને અચાનક જ એ મોટી ક્રેન તૂટી પડતા આ દુર્ઘટના ઘટી હતી. બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ અને પોલીશ ઘટના સ્થળે પહોચી તપાસ હાથધરી હતી.