ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી મૃતક ને બહાર કઢાયા

અમરેલી ના ચાકાર ગઢ ગામે પરિવાર સાથે રહેતા   મેથ્યુભાઈ   રંગજીભાઈ  બિલવા ઉ.વ.60 રહે.ભુરીયા કુવા , જી.અલીરાજપુર મધ્યપ્રદેશ રમેશભાઈ લવજીભાઈ પેથાણીની વાડીએ ભગિયું રાખી મજૂરી કામ માટે આવેલ હતા જ્યાં કપાસ વીણતા હતા બપોરે જમવા માટે હાથપગ ધોવા માટે કુંડી પાસે ગયા હતા જ્યાં અકસ્માતે તેઓનો પગ લપસી જતાં 100 ફૂટ ઊંડા કુવામાં પડી ગયેલ આં વાતની રમેશભાઈ ને જાણ થતા તુરતજ 1:30 કલાકે  રમેશભાઈ એ અમરેલી ફાયર કંટ્રોલ માં જાણકરી આપતા ફાયર ઓફિસર એચ સી ગઢવી, વાયરલેસ ઓફિસર હરેશભાઈ સરતેજા , ભગતસિંહ ગોહિલ, અશોકભાઈ વાળા, સવજીભાઈ ડાભી, જગદીશભાઈ ભુરીયા,સાગરભાઈ પુરોહિત,અને ચિરાગભાઈ સોની સાથે આવી પહોંચી રમેશભાઈ ને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી થોડાજ સમયમાં રમેશભાઈ ને બહાર કાઢી જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યા ફરજ પરના તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા, જેની વધુ તપાસ તાલુકા પોલીસ કરી રહી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.