• ન્યુડ વિડીયો ઉતારી અવાર નવાર દેહ અભડાવનાર શખ્સને એલસીબીએ ગણતરીની કલાકોમાં ઝડપી લીધો

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ મથકમાં લેબર કોન્ટ્રાકટરે કામ અપાવી દેવાના બહાને પરપ્રાંતિય યુવતી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. ન્યુડ વિડીયો ઉતારી લેબર કોન્ટ્રાકટરે વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા એલસીબી ઝોન-1ની ટીમે ગણતરીની કલાકોના હેવાન શખ્સને ઝડપી લીધો છે.

શહેરમાં એક વિસ્તારમાં રહેતી યુવતીને આજીડેમ પાસે કારખાનામાં કામ અપાવાના બહાને બોલાવી લેબર કોન્ટ્રાક્ટરે ફસાવી ન્યૂડ વીડિયો ઉતારી વાઇરલ કરવાની ધમકી આપી કારખાને બોલાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ કરતા આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ વિશેષ પૂછતાછ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં એક વિસ્તારમાં રહેતી અને કારખાનામાં મજૂરીકામ કરતી યુવતીએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે લેબર કોન્ટ્રાક્ટર લોકેશ શાહ નામના શખ્સનું નામ આપ્યું હતું.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને કામની જરૂર હોય લેબર કોન્ટ્રાક્ટનું કામ કરતા લોકેશને મળી હતી અને તેને કામ અપાવી દેવાની લાલચ આપી પરિચય કેળવી ફોન નંબર મેળવી વાતો કરી હતી. ત્યારબાદ માંડાડુંગર પાસે આવેલ કારખાનામાં બોલાવી હતી ત્યારબાદ તેને કામ અપાવી દેવાની લાલચ આપી મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરી ન્યૂડ વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ યુવતીનો ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર કારખાને બોલાવી ધમકી આપી મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરતો હોય જેથી કંટાળી જઈ યુવતી પોલીસ મથકે પહોંચી હતી.

આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. સોલંકી સહિતના સ્ટાફે યુવતીની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. જે બાદ એલસીબી ઝોન-1ની ટીમે પીએસઆઈ બી વી બોરીસાગરની આગેવાનીમાં આરોપી લોકેશ અટકાયત કરી હતી. જે બાદ આજીડેમ પોલીસે આરોપીને સકંજામાં લઇ તેનું મેડિકલ કરવાની કાર્યવાહી કર્યા બાદ તેની પૂછતાછ કરી હતી. જેમા આરોપી લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતો હોવાનું જણાવતા પોલીસે વધુ પૂછતાછ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.