વાહન સાઇડમાં લેવાના પ્રશ્ર્ને બાઇક ચાલકે છરીના પાંચ ઘા ઝીંકી ફરાર

શહેરમાં ટ્રાફિક સમસ્યાના કારણે વાહન અથડાવવા અને સાઇડમાં લેવાના પ્રશ્ર્ને અવાર નવાર થતા ઝઘડામાં વધુ એક હત્યાની કોશિષનો ગુનો પોલીસમાં નોંધાયો છે. વૃંદાવન સોસાયટીમાં છોટા હાથી સાઇડમાં લેવાના પ્રશ્ર્ને થયેલા ઝઘડામાં બે યુવાન પર બાઇક ચાલકે છરીના પાંચ ઘા ઝીંકી ફરાર થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નાના મવા રોડ પર આવેલી ન્યુ ગાંધી સોસાયટીમાં રહેતા ગૌરવ વિજયભાઇ દલસાણીયા અને રવિન્દ્રસિંહ ઉર્ફે રવિ સુરેન્દ્રસિંહ ચૌહાણ છોડા હાથીમાં પાણીની બોટલની ડીલીવરી કરવા વૃંદાવન સોસાયટીમાં જઇ રહ્યા હતા ત્યારે જી.જે.૩જેએન. ૧૮૯૪ નંબરના બાઇકના ચાલક સાથે વાહન સાઇડમાં લેવાના પ્રશ્ર્ને ઝઘડો થયો હતો. બાઇકના ચાલક પોતાની પાસે રહેલી છરીથી ગૌરવ અને રવિન્દ્રસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો.

ગંભીર રીતે ઘવાયેલા ગૌરવ દલસાણીયાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. આર.વાય.રાવલ સહિતના સ્ટાફે જી.જે.૩જેએન. ૧૮૯૪ નંબરના બાઇક ચાલક સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.