સાત આંકડામાં પગાર મેળવવો એ કોઇપણ એમ્પલોયનું સપનું હોય છે. ત્યારે અહિં એક એવી જ નોકરીની વાત કરવા જઇ રહ્યા છીએ કે જેમાં છ મહિના સુધી એક બીચ પર રહી તેનાં અંગે સોશિયલ મિડિયા પર તેને પ્રમોટ કરવાનું રહેશે અને તેના રુ.૪૦ લાખ મળશે. તો આ વિશેષ જાણીએ આ જોબ વિશે. વાત છે મેક્સિકોના કૈનકન બીચની જ્યાં રહી એક વેબસાઇટ પર એ બીચને પ્રખ્યાત કરવાનો રહેશે.

જેના માટે ત્યાં છ મહિના રહેવાનું થાશે અને ખાવા પીવા રહેવાની તમામ સગવળતા એ લોકો પૂરી પાડશે તેમજ ૪૦ લાખ પગાર પેટે પણ આપશે. આ નોકરી માટે કોઇ શૈક્ષણિક લાયકાત કે કોઇ પ્રકારના અનુભવની પણ જરુરત નથી. વેબ સાઇટનો મુખ્ય ઉદેશ મેક્સિકોના બીચનો ટુરીસ્ટ સ્પોટ તરીકે પ્રચાર કરવાનો છે એટલે અહિં રેસ્ટોરન્ટ, હોટેલ તેમજ બીચ વિશેના તમામ અનુભવોને લોકો સુધી પહોંચાડવાના એ જ કામ કરવાનું આવે છે એના માટે તમારી પાસે પાસપોર્ટ તેમજ ૧૮ વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા હોવા જોઇએ. આ જોબ માટે એપ્લાય કરવા માટે Cancun.comવેબ સાઇટ જોઇ શકો છો. કેન્ડીડેટે ત્યાં માર્ચ ૨૦૧૮થી ઓગષ્ટ ૨૦૧૮ સુધી રહેવાનું રહેશે. તેમજ આ જોબ માટે ૧૭ ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં તમારા પોર્ટફોલિયો/બાયોડેટા જેવો એક વિડિયો મુકવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.