અમેરિકાના ઈતિહાસમાં કોઈ એક જ વ્યકિતને આટલી મોટી રકમની લોટરી લાગી હોય તેવી પ્રથમ ઘટના

સિંગલ ટિકિટથી ગામડાની એક વ્યકિતને ‚પિયા ૫૦૦૦ કરોડનો જેકપોટ લાગ્યો છે. અમેરીકામાં કોઈ સિંગલ વ્યકિતને લાગ્યો હોય તેવો સૌથી મોટો જેકપોટ છે. આને કહેવાય અલ્લાહ દેતા હે તો છપ્પર ફાડ કે દેતા હે. ૭૫૮.૭ મિલિયન અમેરીકી ડોલર એટલે આશરે રૂપિયા ૫૦૦૦ કરોડ ‚પિયાનો જેકપોટ (લોટરી) અમેરીકાની એક વ્યકિતને લાગ્યો છે. તેને પાંચ વ્હાઈટ બોલ્સ એટલે કે લકી પાંચ આંકડા ૬,૭,૧૬,૨૩ અને ૨૬ નસીબવંતા નિવડયા હતા. લોટરીની આયોજક કંપની પાવરબોલ (અમેરીકા)ના સુત્રોએ જણાવ્યું હતું કે, અમેરીકન ઈતિહાસમાં આ પહેલી એવી ઘટના છે. જેમાં કોઈ એક જ વ્યકિતને આટલી મોટી રકમની લોટરી લાગી હોય. આ સિવાય આ બીજા નંબરનો સૌથી મોટો અમેરીકન જેકપોટ છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.