માલેગાંવ થી લાવેલી પત્ની સાથે અણબનાવ. બનતા ઝઘડો થતાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામના નાગડકા ગામ ખાતે જાહેરમાં પતિએ પત્નીને ધોકા મારી અને મોતને ઘાટ ઉતારી છે ત્યારે નાના એવા ગામમાં ઓરેરાટી ભર્યો માહોલ સર્જાયો છે ત્યારે ઝિંઝુવાડા પીએસઆઇ સોલંકી ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી રહી છે અને આરોપી પતિની તાત્કાલિક અસરો ધરપકડ કરવામાં આવી છે અને મૃતક પત્નીનું પીએમ માટે પાટડી સરકારી દવાખાને ખસેડવામાં આવી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામ ખાતે આવેલા નાગકડા ગામમાં દલિત પરિવારમાં યુવાન બહારના રાજ્યની સમજૂતી કરાર મુજબ પત્ની લાવ્યો હતો અને તેના લગ્ન અને કરાર બાદ બે પુત્રોને જન્મ પણ આપ્યો છે અને આ મૃતક મીનાબેન પ્રવીણભાઈ મકવાણા નામની યુવતી પોતાના માતા પિતા વગરની અનાથ પુત્રી હતી અને જેની સાથે સમજૂતી કરાર કરી અને પ્રવીણભાઈ મીનાબેન સાથે લગ્ન કર્યા હતા.
પરંતુ અવારનવાર નાની મોટી ઝઘડા કોરી ના કારણે કંટાળી અને ઘરની બહાર જાહેરમાં જ મીનાબેન ઉપર ધોકા વડે માથામાં ધોકા મારી અને ઘરના ફળિયામાં જ તેની હત્યા કરી નાખવામાં આવી છે ત્યારે નાના એવા નાગકડા ગામમાં ભારે અને અરે રાટીનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો અરે આ ઘટના અંગેની જાણ થતા આ ગામના સરપંચ પ્રભુભાઈ રબારી ઘટના સ્થળે પહોંચી અને ઝિંઝુવાડા પીએસઆઇ સોલંકી ને તાત્કાલિક અસરે જાણકારી આપી અને પ્રવીણભાઈએ પત્નીની હત્યા કરી હોવાની કબુલાત સાથે 302 ની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને હાલમાં બે પુત્રોએ માતાની છત્રછાયા ગુમાવી છે અને પિતાને હત્યાના ગુનામાં પોલીસે ધરપકડ કરવાના કારણે બે પુત્ર નોંધારા બન્યા છે ત્યારે મીનાબેન ને માલેગાંવ થી લાવ્યા હોવાની પણ ચર્ચાઓ ગામમાં ચાલી રહી છે ત્યારે હાલમાં ગુનેગારની ધરપકડ કરી અને આગળની વધુ તપાસ પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.