- રાજ્યની જેલોમાં સજા ભોગવી રહેલા ઉંમરલાયક-પાત્રતા ધરાવતા વધુ 86 કેદીઓને રાજ્ય માફી આપી જેલમુકત કરવાનો નિર્ણય
- જેલમાં વ્યવહાર અને વર્તણૂક સારી હોય તેવા પાત્રતા ધરાવતા કેદીઓને પરિવાર સાથે જીવન જીવવાની નવી તક અપાઇ
સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ માનવીય સંવેદનાસ્પર્શી અભિગમ દાખવી રાજ્યની જેલોમાં સારો વ્યવહાર અને વર્તણૂક રાખનાર કેદીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા દાખવવામાં આવેલા આ માનવીય અભિગમ થકી તા.15મી ઓગષ્ટ, સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ વધુ 86 કેદીઓ જેલમુક્ત થશે. રાજ્યની જેલોમાં સારો વ્યવહાર-વર્તણૂક રાખનાર પાત્રતા ધરાવતા કેદીઓને કેદમુક્ત કરવાના આ નિર્ણયથી આ કેદીઓને પોતાના પરિવાર સાથે જીવન જીવવાની નવી તક મળશે.
ભારત સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપેલા દિશાનિર્દેશ અનુસાર નિયત કરાયેલી કક્ષાના કેદીઓને રાજ્ય માફી આપવામાં આવી છે. અગાઉ વર્ષ 2023 માં 103 કેદીઓ અને વર્ષ 2024 માં 248 કેદીઓને રાજ્ય માફી આપી કેદ મુકત કરવામાં આવેલા છે. જે પૈકી હાલ 86 કેદીઓ કેદ મુકત કરાયા છે. ગુજરાતમાં આ સાથે વર્ષ-2023 અને 2024 દરમિયાન કુલ 351 કેદીઓને રાજ્ય માફીનો લાભ આપવામાં આવ્યો છે.