- આંખો હી, આંખો મે ઇશારા હો ગયા…
- આંખની ઓકિસજનનો સપ્લાય ચાલુ રાખવા, તે ભીની હોવી જરૂરી છે: બાકી તો તે અતિશય લાગણી અને પ્રેમમાં છલકાય જ જાય છે: હોર્મોન્સમાં થતાં ફેરફારની સીધી અસર આંખ પર પડતા, તેમાં પાણી આવવા લાગે
- આપણાં કવિઓ, સાહિત્યકારોએ સ્ત્રીઓની આંખો ઉપર ઘણી રચનાઓ લખી છે, તો હિન્દી ફિલ્મના જાુના કે નવા ઘણા ફિલ્મો ગીતો ખુબ જ જાણીતા થયા છે
શરીરનો અણમોલ ભાગ આંખની ક્ષમતા 576 મેગા પિકસલ બરાબર: તેનું વજન માત્ર 8 ગ્રામ હોય છે: અચર જ થાય તેવી વસ્તુ જોઇએ ત્યારે આપણી આંખ 45 ટકા મોટી થઇ જાય છે
તમે આંખ બંધ કર્યા વગર છીંક ન ખાઇ શકો: માણસ સિવાય કુતરો એક માત્ર એવો જીવ છે, જે આંખો જોઇને વ્યકિતના હાવભાવ જાણી શકે છે: ગોલ્ડફીશ નામની માછલીને પાપણ જ ન હોવાથી તે આંખ બંધ કરી શકતી નથી
આંખ એ સજીવો માટે જોવાનું મહત્વનું અંગ છે, તેને નેત્ર, નયન, નેણ કે લોચન પણ કહેવાય છે. પ્રકાશનાં ચિત્રીકરણની ક્ષમતા ધરાવતી આંખોના મુખ્ય દશ પ્રકારો જોવા મળે છે. સાદી આંખોની વાત કરીએ તો સુક્ષ્મ જીવોની આંખો પ્રકાશની હાજરી કે અંધકાર જેવી બે સ્થિતિ ઓળખે છે. આપણી આંખનું વજન માત્ર 8 ગ્રામ જ હોય છે. આપણને રંગીન દુનિયા બતાવતી આંખનો સામાન્ય રોગ મોતીયો છે, અને 40 થી પ0 વર્ષની વય વચ્ચે બે તાલા નંબર લગભગ બધાને આવી જાય છે. તેનો આકાર એક દડા જેવો હોય છે, જેમાં ત્રણ લેયર હોય છે. સૌથી બહારનો સફેદ ભાગ જેને સ્કલેરા કહેવાય છે, જે અપાર દર્શક હોય છે. તેના ઉપરના ઉપસેલા ભાગમાં પારદર્શક એવું કોર્નિયા આવેલું હોય છે. વચ્ચેના લેયરમાં કોરાઇડમાં રકતવાહિની હોય છે, જે આગળના ભાગમાં એક રંગીન પડદા આઇરીસ સાથે જોડાય છે અને તેનો રંગ આંખને સુદરતા આવે છે, જેમ કાળી, માંજરી, ભૂરી અને લીલી આંખ હોય છે. આઇરીસમાં એક કાણું હોય જે ને કીકી કે પ્યુપીલ કહેવાય છે, જે નાની મોટી થઇ શકે છે.
આપણને રંગીન દુનિયા બતાવતી આંખમાં જો આપણને જોવાનું કે ઝાખુ દેખાવા લાગે ત્યારે મુશ્કેલી ઉભી થાય છે. નંબરની તપાસ કરાવીને ચશ્મા પહેરવાથી ફરી ચોખ્ખુ દેખાવા લાગે છે. ઘણા બાળકોને ત્રાસી આંખ જન્મથી જ પણ જોવા મળે છે, ઓપરેશન બાદ તેmillion સીધી થઇ શકે છે. મોતીયો, જામર, વેલ, નેત્રમણિ જેવા આંખના ઘણા ઓપરેશન હવે સાવ સામાન્ય થઇ ગયા છે. તેના કેમ્પો પણ વિનામૂલ્યે યોજવામાં આવે છે. આંખોની સંભાળ રાખવી ખુબ જ જરુરી છે. તેની વ્યવસ્થિત સફાળ પણ કરવી પડે છે. જો તેમાં કચરો કે જીણી ડસ્ટ પડે તો તેનો દુખાવો અસહ્ય થઇ જાય છે. આંખમાં કણું પડવાની વાત સૌ સાંભળી કે અનુભવ પણ કર્યો હતો.
મનુષ્યની આંખમાં બાર લાખ ફાઇબર (તંતુ) હોય છે. આંખ એક કરોડથી વધુ રંગોને ઓળખી શકે છે. આપણી આંખનો કેમેરો 576 મેગા પિકચરની ક્ષમતા ધરાવે છે. આપણને અચરજ થાય તેવું દ્રશ્ય જોઇ ત્યારે આપણી આંખો 45 ટકા મોટી જઇ જાય છે. માણસ સિવાય પૃથ્વી પર માત્ર એક શ્ર્વાન છે, જે આંખો જોઇને વ્યકિતના હાવભાવ જાણી શકે છે. આપણને દુ:ખ થાય ત્યારે આંખમાંથી આંસુ નીકળે તો હરખના આંસુ પણ નીકળે છે. દરિયામાં રહેતી ગોલ્ડ ફીશ માછલીને પાપણ જ ન હોવાથી તે આંખ જ બંધ કરી શકતી નથી. આંખ બંધ કર્યા વગર આપણે છીંક ખાઇ શકતા નથી. નવાઇ પમાડે તેવી આંખની વાત એ છે કે આપણે પ્રકાશમાં જ વસ્તુનો રંગ જોઇ શકીએ છીએ. અંધારામાં નહી, મેકઅપમાં પણ આંખોની માવજત વધુ કરવામાં આવે છે. આજે કોન્ટેક લેસના માઘ્યમથી વિવિધ કલરની આંખની પણ ફેશન છે.
શાળામાં ભણતાં બાળકોને બોર્ડ પર લખેલ વાંચવામાં તકલીફ પડતી જોવા મળે, ત્યારે આંખના ડોકટરને તાકીદે બતાવવું જરુરી છે. ઝામર કે ગ્લુકોમાં આંખનું પ્રેસર વધતુ જોવા મળતા, દુ:ખાવો થતો જોવા મળે છે. સામાન્ય રીતે કેટેરેકટ કે મોતીયો વધતી ઉમરને લીધે ધીમે ધીમે થાય છે. જેમાં લેન્સ દુધીયો બની જાય અને જોવામાં તકલીફ પડવા લાગે છે. આવી સ્થિતિમાં લેન્સને કાઢીને બીજો લેન્સ બેસાડી દેવામાં આવે છે. ગ્રે, કાળી, ગ્રીન, વાદળી, ભૂરી જેવા કલરની આંખો હોય છે.
આંખોને સ્વસ્થ રાખવા માટે ખોરાકમાં લીલા શાકભાજી અને પીળા અને લાલ ફળો વધારે લેવા. વિટામીન એ ની ખામીને કારણે અંધાપો આવી શકે છે. ડાયાબીટીસના દર્દીઓને પણ આંખોની દ્રષ્ટિ બાબતે ગંભીર સમસ્યા નડે છે. ઘણીવાર પાંપણનો સોજો આવી જાય છે, જે બીન ચેપી રોગ છે. તે બેકટેરીયા, ખોડો, ખીલ, એલજી, સોરાયસીલ જેવા કારણોને લીધે થાય છે. સૌથી સામાન્ય આંખ આવવી એ છે, જે એક ને થાય તો બીજાને થતી હોય છે. સવારમાં ઉઠીએ ત્યારે આંખો ચિપડાને ચોટી જાય અને ખુલતી નથી. આવા સમયે ગરમ પાણીની મદદથી આંખ સાફ કરવી જરુરી છે. નેત્રમણી પર છારી બાજવાને કારણે દ્રષ્ટિમાં ઝાંખપ આવેછે. આંખો લાલ થઇ જવી, બળતરા કે દુ:ખાવો ખંજવાળ સાથે આંખમાં કંઇક ખૂંચતું હોય, સોજો આવવો જેવી ઘણી તકલીફો પણ ઘણીવાર આપણને થતી હોય છે. આંખની ઘણી બીમારીઓની સમયસર સારવાર ન કરવાથી અંધાપો પણ આવી જતો હોય છે. આંખોનો રોગ ચેપી પણ હોય છે. ઘણીવાર આંખના પોપચા પર ખીલ થાય છે. તેની રચના એવી હોવાથી તે બહુ ઓછી ઇજા થતી જોવા મળે છે. રતાંધણાપણામાં દર્દીને રાત્રે જોવામાં તકલીફ પડે છે. તેની સાવચેતીમાં દર્દીઓનો, ટુવાલ, નેપકીન, હાથ રૂમાલ જેવી વસ્તુ બીજાની ન વાપરવી, અખીયા મિલાકે રોગ ચોમાસાની ઋતુમાં વધુ જોવા મળે છે. વાયરસ કે બેકટેરીયાને કારણે ચેપ એક થી બીજા વ્યકિતમાં લાગે છે. આંખના નંબર ઉતારવાની લેસિક સર્જરી પણ અત્યારે થાય છે.
આંખ વિશેની એક વાતમાં આંકડાકીય માહિતી મળે છે કે, દેશમાં 40 વર્ષથી મોટી વય ધરાવતા નવ કરોડ લોકો ગ્લુકોમાંથી પીડીત છે. આંખના નંબર ઉતારવા માટે ની શ્રેષ્ઠ પઘ્ધતિ સાઇકલો ટોર્સન લેસિક છે. આંખની નિયમિત તપાસ ભવિષ્યની ગંભીર બીમારીઓ થી આપણો બચાવ કરે છે. આંખો પ્રકાશને ઓળખી તેનું ન્યુરોન્સમાં થતાં ઇલેકટ્રો કેમીકલ ઇમ્પલ્સમાં રૂપાંતર કરે છે. માણસની જાગૃત અવસ્થાનો 10 ટકા ભાગ આંખ પટ પટાવવામાં વપરાય છે. શાહમૃગની આંખ તેના મગજ કરતાં પણ મોટી હોય છે. ઘણા માણસોને ભૂરી આંખ હોય છે. પણ પ્રાણીઓમાં માત્ર બ્લેક લેમૂરને જ ભૂરી આંખ હોય છે. મધમાખીને માથામાં પાંચ આંખ હોય છે. કાચિંડા પોતાની બન્ને આંખ એક સાથે જુદી જુદી દિશામાં ફેરવી પડે છે. બિલાડીની આંખોમાં ત્રણ પોપચા હોય છે. માણસની આંખની પાંપણો વારાફરતી ખરીને 64 દિવસે નવી આવે છે. આંખો એક જટિલ સંવેદનાત્મક અંગ છે, અને આપણી દ્રષ્ટિએ આપણી પાસેની સૌથી મૂલ્યવન સંપત્તિ છે. ગ્લોકોમા મગજમાં સિગ્નલ મોકલવા માટે જવાબદાર ઓપ્ટિક નર્વ્સને નુકશાન પહોચાડીને આંખોની અંદર બનેલા દબાણને કારણે આંખનો વિકાર છે, જો તે પ્રારંભિક તબકકે શોધી ન શકીએ, તો થોડા વર્ષોમાં કાયમી દ્રષ્ટિ ગુમાવવાનું કારણ બને છે.
આંખના ઇશારાઓની પણ એક ભાષા
આપણાં શરીરમાં તેની આંખો સૌથી બોલકી ગણાય છે, કારણ કે તેના દ્વારા થતાં વિવિધ ઇશારાઓની પણ એક ભાષા છે. આપણે આપણી આંખોમાં ભાવ-લાગણી પ્રેમ છુપાવી શકતા નથી. આ ભાષા સરળ શૈલીની હોવા છતાં બધાને સમજાતી નથી. આપણને કોઇકનો ચહેરો જોતા ઘણીવાર યાદ ન આવે ત્યારે મગજની મદદ લઇને પણ આપણે યાદ કરવાની કોશિશ કરીએ છીએ. ઘણીવાર આપણે દુ:ખદ ઘટનાની વાત સાંભળીએ ત્યારે કે સ્વજન ગુમાવવીએ ત્યારે આંખોમાંથી પાણી નીકળવા લાગે છે.
દુનિયામાં એક અબજથી વધુ લોકોને દુરની કે નજીકની દ્રષ્ટિ તથા અંધાપા જેવી ગંભીર બીમારી
વિશ્ર્વમાં વર્ષ 2000 થી દ્રષ્ટિ દિવસ ઉજવાય છે. જેમાં આંખોની સંભાળ બાબતે જાગૃતિ પ્રસરાવાય છે. આજે દુનિયામાં એક અબજ થી વધુ લોકોમાં દૂરની કે નજીક દ્રષ્ટિ ખામી સાથે અંધાપા જેવી ગંભીર બિમારી જોવા મળે છે. આજે મૃત્યુ બાદ ચક્ષુદાન કરવાની સારી જાગૃતિ હોવાથી અંધ ને નવી રોશની મળે છે. આપણાં દેશમાં ર0 ટકાથી વધારે લોકો નેત્રહીન છે. આંખની સુરક્ષા માટે નિયમિત તપાસ કે સારવાર કરવાથી તે લાંબો સમય સ્વસ્થ રહી શકે છે. અત્યારના યુગમાં ટીવી, લેપટોપ કે મોબાઇલના વધુ વપરાશને કારણે આંખોની સમસ્યા ફકત મોટેરામાં જોવા મળે તેવું નથી આજે તો નાના બાળકોમાં પણ તકલીફ જોવા મળે છે.